દાહોદમાં કોરોનાની વરસી: સરકારી આંક અનુસાર 1 વર્ષમાં દૈનિક 10ની સરેરાશથી ફક્ત 3341 લોકો સંક્રમિત બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 8 એપ્રિલે ઇન્દોરથી આવેલા પરિવારની બાળકીનો પ્રથમ કેસ હતો
  • ખાનગી પરીક્ષણ અને સારવાર લેતા દર્દીઓની સંખ્યા આનાથી અનેક ગણી હોવાનો અંદાજ

ગત વર્ષે 8 એપ્રિલે ઈન્દોરથી દાહોદ દફન કરવા લવાયેલ લાશની સાથે આવેલ પરિવારની નાની બાળકી મુસ્કાન કુંજડાના નામે દાહોદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો હતો. બાદ તેમાં ક્રમશ: વૃદ્ધિ થતાં વર્ષના અંતે 3306+ કેસ નોંધાયા છે. તા.8 એપ્રિલ 2020થી તા.7 એપ્રિલ 2021ના એક વર્ષ અર્થાત્ 365 દિવસ દરમ્યાન દૈનિક 10 કેસની સરેરાશથી દાહોદ જિલ્લામાં 3341 સંક્રમિતો નોંધાયા છે. દાહોદ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સમગ્ર વર્ષ દરમ્યાન કોરોનાનો કહેર ચાલુ રહ્યો છે.અને દાહોદ શહેરમાં જિલ્લામાં સૌથી વધુ કેસ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ ઓછેવત્તે અંશે નોંધાતા રહ્યાં છે.

દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ સહિત જે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી મળી છે. ત્યાં દર્દીઓની સંખ્યા સતત વધતી જ નોંધાઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ કોરોનાનું સંક્રમણ મહદ્દઅંશે ઓછું નોંધાયું હતું. બાકી તો નવરાત્રિ-દિવાળી અને હોળીનું પર્વ ફફડાટ સાથે જ પસાર થયું હતું. દાહોદની ઝાયડસ સહિતની તમામ ખાનગી કોવિડ હોસ્પિટલો પણ બે માસથી હાઉસફુલ ર છે. ચૂંટણી ટાણે સરકારી નીતિના કારણે લોકો ખુબ માત્રામાં એકઠા થયા અને બાદમાં કોરોનાના કેસોની સંખ્યા પારાવાર માત્રામાં વધવા પામી છે.

દાહોદની ખાનગી લેબોરેટરીઓમાં કે સીટીસ્કેન થકી થતા કોરોના પોઝિટિવ હોવાના પરીક્ષણો અને જે તે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓના આંક પણ તંત્ર દ્વારા જો મેળવાય તો ગુજરાતના છેવાડે આવેલ દાહોદ જિલ્લો કોરોના સંક્રમણનો ગઢ સાબિત થઇ જાય તેમાં કોઈ બેમત નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: