દાહોદમાં કોરોનાના નવા 29 દર્દી સાથે સપ્તાહના પ્રથમ 3 દિવસમાં 67 કેસ થયા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર તેમજ અધિકારીઓએ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જાહેર થયેલ કન્ટેઇન્મેન્ટ ઝોન એવા લીમખેડા, દેવગઢ બારીયા, સિંગવડ તાલુકાઓમાં મુલાકાત લઇ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
- 29માંથી દાહોદ શહેરના 10 કેસ, જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ કેસ 1317
દાહોદમાં બુધવારે નવા વધુ 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારે 18 અને મંગળવારે 20 કેસ બાદ બુધવારે નવા વધુ 29 કેસ સાથે આ સપ્તાહના પ્રથમ ત્રણ દિવસમાં જ કુલ મળીને 67 કેસ નોંધાવા પામ્યા હતા. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.9ને બુધવારે દાહોદ જિલ્લામાં રેગ્યુલર ટેસ્ટમાં 17 અને રેપીડ ટેસ્ટમાં અન્ય 12 મળી કુલ 29 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.
દાહોદમાં નોંધાયેલ સુચિ મુજબ 275 Rtpcr ટેસ્ટના અને 2512 રેપીડ ટેસ્ટના સેમ્પલો પૈકી અનીલકુમાર ભગત, રાધિકાબેન પવાર, પ્રદીપભાઈ સોલંકી, નરેશભાઈ કટારા, સદિયા કુરેશી, સાહિલ પઠાણ, શીરીનબેન દાલરોટી, ભરતભાઈ પટેલ, હર્ષાબેન પટેલ, સુશીલાબેન પવાર, રમીલાબેન સોપડા, હરસીંગ મહાવર, રાજેશકુમાર પ્રસાદ, પ્રવીણભાઈ પ્રજાપતિ, નૈનીલકુમાર દેવીલાલ, કુમાર ભલીયાપ્રેમ અને મહેન્દ્રભાઈ પટેલ Rtpcr ટેસ્ટમાં અને મનીષાબેન ચૌહાણ, શાંતાબેન ચૌહાણ, હરીશભાઈ ભાટિયા, બાબુલાલ અગ્રવાલ, કૈલાશબેન ભાભોર, પૂજાબેન રાઠોડ, દિનેશભાઇ ચૌહાણ, પંથ પટેલ, નરેશભાઈ પ્રજાપતિ, અશોકલાલ સોની, પન્નાબેન સોની અને પ્રદીપભાઈ અમલિયાર પોઝિટિવ આવ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ દાહોદમાં તા.9 સુધીમાં કુલ મળીને 1355 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. 28 પોઝિટિવ દર્દીઓ પૈકી દાહોદ શહેરી વિસ્તારના 10 સહિત કુલ 18 દર્દીઓ દાહોદ તાલુકાના નોંધાયા હતા તો ફતેપુરાના 4 અને ઝાલોદ તેમજ દે.બારિયાના 3 -3 દર્દીઓ નોંધાયા હતા.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed