દાહોદમાં કોરોનાથી સંક્રમિત વધુ 28 કેસ : કુલ આંક 927

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • લીમડીના 9 સહિત બહુધા ગ્રામ્યના કેસ : દાહોદ- ઝાલોદના 4 -4 કેસ

દાહોદ જિલ્લામાં મંગળવારે પણ કોરોના પોઝિટિવ દર્દીઓના નવા 28 કેસ નોંધાયા હતા. છેલ્લા દોઢ મહિનાથી દાહોદ શહેર સહિત જિલ્લામાં ચાલતી કોરોના પોઝિટિવ દર્દીઓની વણથંભી વણઝારમાં દરરોજ સરેરાશ 25 જેટલા કેસ આવતા લોકોમાં ભય ઓછો થવાનું નામ જ નથી લેતો ત્યારે લોકોમાં ભયનું મોજું યથાવત રહેવા પામ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર તા.18.8.’20 ને મંગળવારે દાહોદ જિલ્લામાં રેગ્યુલર ટેસ્ટના 1105 સેમ્પલો પૈકી 21 અને રેપિડના 264 સેપલો પૈકી 7 મળી કુલ 28 કોરોના પોઝિટિવ દર્દીઓ જાહેર થયા હતા.

દાહોદમાં નોંધાયેલા નવા પોઝિટિવ કેસોની સુચિ
મહેશભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ગોહિલ, આશિષ પંચાલ,નગીનભાઈ વસૈયા, પોપટભાઈ મોહનીયા, આશાબેન તંબોળીયા, મનોરમાબેન શુકલ, અલ્કેશ પારગી, જીગર સોની, દેવકુમાર સોની, મંજુલાબેન સોની, કિરણબેન ખેમસરા, મધુબેન ખેમસરા, મનિષકુમાર ખેમસરા, રાજુલબેન ખેમસરા, મનહરભાઈ ખેમસરા, અગમભાઇ ખેમસરા, ચંદાબેન ખેમસરા, નીતિનભાઈ સોલંકી, રઈશખાન પઠાણ, નિલોફર પઠાણ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ જાહેર થયા હતા તો મનુભાઈ અમલિયાર, રિતેશ પ્રજાપતિ, અંકિત કડિયા, રમેશભાઈ ગોહિલ, રાકેશ ખાના, રેખાબેન ચૌહાણ અને આશાબેન કિશોરી નામે 7 વ્યક્તિઓ રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.

જે પૈકી દાહોદ અને ઝાલોદના 4 -4 કેસ, લીમડીના ખેમસરા ફળિયાના એક જ પરિવારના 7 કેસ સાથે કુલ 9 અને જિલ્લાના અન્ય ભાગોમાંથી 11 કેસ આવ્યા હતા. આજપર્યંત 927 કેસ પોઝિટિવ જાહેર થયા છે જે પૈકી મંગળવારે 25 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવા સાથે કુલ મળીને 671 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. તો એક વ્યક્તિના મૃત્યુ સાથે સરકારી આંક અનુસાર કુલ મળીને 54 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી છે. તો ગત સપ્તાહે જાહેર સુચિમાંથી પણ તા.17.8.’20 ના રોજ સાંજના સમયે બે વધુ વ્યક્તિઓ અવસાન પામ્યા છે. તો હાલમાં 202 એક્ટિવ કેસ છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: