દાહોદમાં ઓગસ્ટના પહેલા જ દિવસે 30 નવા પોઝિટિવ કેસ
- 30માંથી દાહોદ શહેરના 17 દર્દીઓ પોઝિટિવ નોંધાયા
- 23 રેગ્યુલરમાં અને 7 રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા
દિવ્ય ભાસ્કર
Aug 02, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ ખાતે શનિવારે પણ કોરોનાનો કહેર યથાવત રહેતા નવા 30 કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાવા પામ્યા હતા. તા.1.8.’20 ને શનિવારે સાંજે જાહેર થયા મુજબ 23 રેગ્યુલર ટેસ્ટના પોઝિટિવ અને રેપિડ કીટમાં પોઝિટિવ આવેલ 7 દર્દીઓ સાથે કુલ મળીને 30 વ્યક્તિઓ નવા કોરોના પોઝિટિવ આવતા દાહોદમાં ગભરાટ ફેલાયો હતો. દાહોદ ખાતે જુલાઈ માસમાં નોંધાયેલા 500 ઉપરાંત કેસ બાદ ઓગસ્ટ માસના પ્રારંભથી જ એકસાથે 30 કેસ આવ્યા હતા. અને આગામી દિવસોમાં દાહોદમાં કોરોનાનો કહેર કેટલો હાહાકાર ફેલાવશે તેની ચર્ચા કરતા નજરે ચડયા હતા.
તા.1.8 ‘20 ને શનિવારે દાહોદમાં 142 સેમ્પલ પૈકી 23 વ્યક્તિઓ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ જાહેર હતા. જેમાં કિંજલબેન પંચાલ, નિર્મળાબેન જયસ્વાલ, બ્રિજેશ પટેલ, કલ્પેશભાઈ ભરવાડ, મનોરમાબેન શાહ, ધર્મેન્દ્રભાઈ લીમડીવાળા, વિરેન્દ્રસિંહ લબાના, ડો. કલ્પેશભાઈ લબાના, સંજયભાઈ રામચંદાની, ગોપાલભાઈ ખંડેલવાલ, કેવલ મેહસન, સ્વાતિબેન કોઠારી, મધુકાન્તાબેન શાહ, શબ્બીરભાઈ કાયદાવાલા, સેજલ ડામોર, મંજુલાબેન મોચી, સંગીતાબેન બારીયા, વિરેન્દ્રભાઈ પટેલ, ટ્વિંકલ કટારા, દિવ્યાંગ કટારા, ધૃતિક કટારા, જીતેન્દ્ર કટારા અને કિંજલ પટેલ આવ્યા હતા.
તો આ સાથે રેપિડ ટેસ્ટના થયેલ 63 સેમ્પલ પૈકી 7 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. તેમના નામ મૂર્તુઝા ભાટીયા, ગોવિંદ ડામોર, શારદાબેન ડામોર, મનીષ પંચાલ, મધુબેન કરણ, કોકિલાબેન ભાંશા, પ્રભાબેન રાઠવા પોઝિટિવ જાહેર થયા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed