દાહોદમાં ઓક્ટોબરનો આકરો મિજાજ, પારો 35ને પાર

દિવસ અને રાતના તાપમાનમાં 15 ડિગ્રીનું અંતર : મે અને જુન જેવો તાપનો તિખારો કુલર, એસી, પંખાનો ધમધમાટ : 2017ની 10…

 • Dahod - દાહોદમાં ઓક્ટોબરનો આકરો મિજાજ, પારો 35ને પાર

  દાહોદ શહેરમાં ચોમાસુ પૂર્ણ થવાના આરે છે ત્યારે આ દિવસોમાં અજબ વાતાવણ બની રહ્યું છે. સતત તીખા તડકાને કારણએ ઠંડકના સ્થાને ઉનાળાની અનુભૂતિ થઇ રહી છે. તાપના તપારાથી પારો 35 ડીગ્રી સેલ્સિયસને પાર જતો રહ્યો છે. ગરમીએ છેલ્લા કેટલાંક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બીજી તરફ રાતનો પારો 20 સે.ડીગ્રી જોવા મળી રહ્યો છે.

  દિવસ દરમિયાન ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહ આખો ગરમ રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં આ દિવસોમાં અધિકતમ તાપમાન 33 અને રાત્રે 20 ડીગ્રી સુધી રહે છે પણ આ વખતે ઓક્ટોબરના પ્રારંભ સાથે જ તાપમાનમાં ઉછાળો જોવા મળ્યો છે. દિવસ અને રાતના તાપમાનમાં પણ 15 ડીગ્રીનું અંતર જોવા મળી રહ્યું છે.

  9 ઓક્ટોબરે તો તાપમાનનો પારો 37ને અડી ગયો હતો. 2017ની 10 ઓક્ટોબરે 34 ડિગ્રી તાપમાન હતું જ્યારે આજે બપોરના સમયે 35 સે.ગ્રે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સમયે પવનની ગતિ માત્ર 10 કિમીની નોંધાઈ હતી. તો હવામાં આ ટાણે ભેજનું પ્રમાણ 37 નોંધાયું હતું તો દાહોદનું આકાશ માત્ર 11% વાદળછાયું હતું. હવામાં દબાણનું માપ 1009 મીલીબાર જેટલું નોંધાયું હતું. દિવસે ગરમીને કારણે એસી અને પંખા સતત ધમધમી રહ્યા છે. વિશેષજ્ઞો મુજબ 12 ઓક્ટોબર બાદ ગરમીથી થોડીક રાહત મળી શકે તેમ છે.

  હવામાં નમીને કારણે પરીસ્થિતિ ચિંતાજનક

  ઋતુ નિષ્ણાંતો મુજબ આ ચિંતાજનક પરિસ્થિતિ છે. હવામાં નમી 40થી 50 ટકા હોય છે. આ વખતે હવામાં નમી 21થી 22 ટકા છે.આમ વાતાવરણ સામાન્ય કરતાં વધારે ગરમ છે. શીયાળાનો પ્રારંભ સાથે અધિકતમ-ન્યૂનતમ તાપમાન ઓછુ થાય છે. આવખતે આમ નથી થયું.

  તબીબોના મતે મિશ્ર ઋતુ બીમારીનું ઘર

  તબીબોના મતે દર વર્ષે ઓક્ટોબરમાં લોકો ગરમ કપડાં પહેરતાં થઇ જાય છે ત્યારે આ વખતે કુલર, પંખા અને એસીનો આશરો લઇ રહ્યા છે. તાપમાનની આ પરિસ્થિતિ તંદુરસ્તી માટે ઘાતક છે. દિવસે તાપ અને રાત્રે ઠંકડને કારણે વાતાવરણ નમ થઇ જાય છે, બીજા દિવસે ફરી ગરમી થાય છે તેના કારણએ વ્યક્તિ બીમારીમાં સપડાઇ જાય છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: