દાહોદમાં ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યોજાયુ “વિજય ટંકાર યુવા સંમેલન”
KEYUR PARMAR – DAHOD
દાહોદ શહેરના પ્રવેશદ્વાર થી આજે બપોરે ૧૨ વાગે ઋત્વિજ પટેલની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલી દાહોદના ગોધરા રોડ થઇ તળાવ પરથી ભગિની સમાજ સર્કલ થઇ માણેક ચોક થી ગોવિંદનગર પહોંચી હતી ત્યાંથી રળીયાતી રોડ ખાતે આવેલ રાધે ગાર્ડન પહોંચી હતી.
જ્યાં તેઓએ “વિજય ટંકાર યુવા સંમેલન” ને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ ઉપર ચાબખા માર્યા અને કહ્યું હતું કે આજે યુવાનોને ધંધો કરવા મુદ્રા બેન્ક ૧૦ લાખ સુધીની લૉન વગર ગેરંટર કોણ આપે છે કેન્દ્રની મોદી સરકાર, કોંગ્રેસ વેન્ટિલેટર પર હતી જ, પણ હવે સ્વીચ બંધ થઇ ગઈ છે દાહોદ, ગરબાડા અને ઝાલોદ વિધાનસભા જીત નક્કી થઇ ગઈ, દાહોદ, ગરબાડા ને ઝાલોદના ધારાસભ્યઓએ ગુજરાતની પ્રજા પુરમા હતી ત્યારે બંગ્લોરેમાં ફાઈવ સ્ટાર હોટેલમાં ૫૬ ભોગ આરોગતા હતા, અને આ ત્રણે ધારાસભ્યોને હરાવવા પડે. જે માણસો દુઃખની ઘડીઓમાં લોકો સાથે નથી રહી સકતા તેમની પાસે બીજી કસી અપેક્ષા રખાય તેવીજ નથી. ૧૫૦ બેઠક તો અમે જીતી લઈશું પણ ૧૫૧મી બેઠક દાહોદની હશે અને તે આજે મને આ યુવા સંમેલનમાં યુવાઓની હાજરીથી ખાતરી થઇ ગઈ છે. અને યુવનોને સંકલ્પ લેવડાવ્યો હતો કે અમે બમણા જોરથી કામ કરીશું અને કોંગ્રેસ વિધાનસભા, નગરપાલિકા તો શું પણ કોઈ સોસાયટીમાં કોઈને મેમ્બરમાં ફોર્મ ભરવું હશે ને તો વિચાર કરવો પડશે તેવું કરવાનું છે.
આ “વિજય ટંકાર યુવા સંમેલન” માં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, ભાજપના દાહોદ તાલુકા પ્રમુખ પર્વતભાઈ ડામોર, નગર સેવા સદન ના પ્રમુખ સંયુક્તાબેન મોદી, નીરજભાઈ, રીના પંચાલ, અલય દરજી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Related News
ટ્રાન્સફોર્મિંગ દાહોદના કાર્યક્રમની શરૂઆત કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સંકુલ ઉપર આજેRead More
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
Comments are Closed