દાહોદમાં ‘ઈ-સંજીવની ઓપીડી’ના માધ્યમથી પ્રજા સારવાર મેળવી શકશે
દાહોદએક દિવસ પહેલા
- કૉપી લિંક
- કોઈના સંપર્કમાં વિના નિ:શુલ્ક અને ઘરબેઠા તબીબ સલાહ મળી શકશે
દર્દીઓ ઘર બેઠા નિશુલ્ક ધોરણે પોતાનો નાનીમોટી બીમારીઓનો ઈલાજ કરાવી શકે તેવા શુભાશયથી ગુજરાત સરકાર દ્વારા ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’નો આરંભ થયો છે. નેશનલ ટેલીકન્સલ્ટેશન સર્વિસ દ્વારા સંચાલિત ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’ના માધ્યમથી દર્દીઓ જે તે બીમારી માટે સીધા સીધા તે ક્ષેત્રના નિષ્ણાત તબીબોનો સીધો સંપર્ક કરી શકે છે. ગુજરાતના તમામ ગામ-શહેરોને એકસાથે આ સેવા ઉપલબ્ધ થઈ છે.
ડેન્ટલ, ડર્મેટોલોજી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ફિઝીયોથેરાપી જેવા વિવિધ ક્ષેત્રના તબીબો સોમથી શનિવાર દરમિયાન સવારે 9થી રાતના 9 સુધી આ એપ્લિકેશન દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન આપશે. બાદમાં તબીબોએ દર્દીને જે દવા લખી હશે તે પણ પોતાના ગામના પી.એચ.સી. સેન્ટરમાંથી નિશુલ્ક ધોરણે મળી શકશે.
આમ, ‘બહુજન હિતાય’ના ન્યાયે ‘ઘરે રહો, સ્વસ્થ રહો’ સૂત્ર ધરાવતી આ એપ્લિકેશનરૂપી ઘર બેઠા ગંગા જેવી આ સેવાનો ગત સપ્તાહથી આરંભ થતા દાહોદ જેવા છેવાડાના વિસ્તારમાં સ્વાભાવિક રીતે આનંદની લાગણી પ્રવર્તી છે.
બીમારીજન્ય ખર્ચથી બચવા સાથે જોખમ પણ ઓછું છે.
આ માધ્યમથી જે તે બીમારી કાજે જે તે ક્ષેત્રના નિષ્ણાત તબીબ સાથે સંપર્ક કરવાથી દર્દીને આવવા-જવાનો ખર્ચ બચવા સાથે આવા કોરોના કાળમાં અન્યો સાથે સીધા સંપર્કમાં આવવાથી પણ બચી શકાય છે અને ડોક્ટરના કન્સલ્ટેશન સાથે દવાનો ખર્ચ પણ બચી શકે છે. દાહોદ શહેર સહિત જિલ્લાના દર્દીઓ એપ્લિકેશનનો મતલબ ઉપયોગ કરે તે આપણા છેવાડાના વિસ્તારો માટે પણ ખૂબ સારું છે. >ડો.આર.ડી.પહાડીયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, દાહોદ
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed