દાહોદમાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ વિભાગની સહકારથી વિશ્વ તંબાકુ નિશેષ દિવસની ઉજવણી કરાઈ

 
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
– દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ વિભાગની સહકારથી વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેકટર ઇન ચાર્જ આર.કે.પટેલ, દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પાઠક, એ.ડી.એચ.ઓ પહડિયા, આરોગ્યના કર્મચારીઓ તેમજ નર્સિંગની વિદ્યાર્થીની ઓ તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં દાહોદ જિલ્લા આરોગ્ય – દાહોદનો સ્ટાફ તેમજ જિલ્લાના પોલીસ કર્મીઓનો સ્ટાફ જોડાયો હતો અને સાથે સાથે વકીલ મંડળ પણ જોડાયું હતું. આ રેલી દાહોદ તાલુકા શાળાએ થી નીકળી માણેક ચોક થી એમ.જી. રોડ થઈ દેસાઈવાડ તળાવ પરથી ભગિની સર્કલ થી પરત તાલુકા શાળાએ પહોંચી હતી.
દાહોદ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો થી સમાજમાં જન જાગૃતિ લાવી અને લોકો ને વ્યશન મુક્ત કરી ખોટી અને મોટી બીમારીઓથી બચાવી શકાય અને વ્યશન અને વ્યશનથી થતા મોટા આર્થિક નુકશાનથી સમાજને ઉગારી શકાય.






Related News

Comments are Closed

%d bloggers like this: