દાહોદનું બેદરકાર આરોગ્ય વિભાગ: કોરોના ટેસ્ટિંગ કિટ, બ્લડ સેમ્પલ, નીડલો મુખ્ય માર્ગે રઝળતાં મળ્યાં

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં કોઇ તબીબે નાશ કરાવવાના બદલે કચરામાં નાખતાં રોષ
  • કચરાની ગાડીમાં પડેલો મેડિકલ વેસ્ટ 3 કલાક રસ્તે રઝળ્યો

દાહોદ શહેરના ફાયર સ્ટેશન નજીક ધમધમતા રસ્તે મેડિકલ વેસ્ટ જોવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ મેડિકલ વેસ્ટ 3 કલાક સુધી રસ્તે રઝળ્યો હતો. કચરાની ગાડીમાંથી વેસ્ટ પડ્યો હોવાનું લોકોએ જણાવ્યુ હતું. કોઇ તબીબે નાશ કરાવવાના બદલે મેડિકલ વેસ્ટ કચરામાં નાખી દેવાતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

દાહોદના માણેકચોકથી નીચે ઉતરતા ઢાળે ફાયર સ્ટેશન અને નવા શાકમાર્કેટની વચ્ચેના રસ્તે ગુરુવારે સવારના સમયે મેડીકલ વેસ્ટ પડેલો જોવાતા કોરોનાથી માંડ બહાર નીકળેલા લોકો ગભરાઈ ઉઠ્યાં હતા. ઈન્જેક્શનો, બ્લડ સેમ્પલ, સિરીંજ અને કોરોનાની ટેસ્ટીંગ કીટ વગેરે ધરાવતો આ મેડીકલ વેસ્ટ રસ્તા વચ્ચે રેલાયેલો જોવાતા લોકોમાં તર્કવિતર્કો જન્મતા ચર્ચાઓનો દોર આરંભાયો હતો. કોઇ તબીબ દ્વારા આ મેડિકલ વેસ્ટનો નાશ કરાવવાના બદલે નગર પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં નાખ્યો હતો. કચરાને ડમ્પીંગ યાર્ડમાં લઇ જતી વખતે આ મેડિકલ વેસ્ટ નીચે રેલાયો હતો. જોકે, ટ્રેક્ટર સાથેના કર્મચારીઓને આ બાબતની જાણ થઇ કે નહીં તે જાણવા મળ્યુ નથી.

ટ્રેક્ટર તો રવાના થઇ ગયુ હતુ પરંતુ મેડિકલ વેસ્ટ ત્રણ કલાક સુધી રસ્તે પડી રહેતાં લોકોમાં અનેક ચર્ચાએ જન્મ લીધો હતો. સવારથી લગભગ ત્રણેક કલાક સુધી આ વેસ્ટ એમ જ પડી રહ્યાં બાદ પાલિકા તંત્ર દ્વારા તેને હટાવી લેવાયો હતો.દાહોદમાં કોરોનાનું સંક્રમણ પુન: વ્યાપ પામી રહ્યું છે. આ ઘટના મામલે આસપાસના સી.સી.ટી.વી.ના માધ્યમથી કરવાની પણ ચર્ચાઓ ચાલી હતી.

અગાઉ પણ દાહોદમાં મેડિકલ વેસ્ટ ફેંકવાના બનાવો બનવા પામ્યા છે
આ અગાઉ પણ કોરોનાનું વ્યાપક પ્રમાણ હતું તેવા સમયે દેસાઈવાડ પી.એચ.સી. નજીક મેડિકલ વેસ્ટ મળ્યો હતો જેને લઈને ખુબ વિવાદ જન્મ્યો હતો. બાદમાં આરોગ્ય તંત્ર હરકતમાં આવતા ગણતરીના સમયમાં તેનો નિકાલ હાથ ધરાયો હતો.તો આ સિવાય સ્મશાનભૂમિમાં અને અમુક હોસ્પિટલોની બહારના ભાગે મેડીકલ વેસ્ટ ફેંકાતા ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: