દાહોદની હોટલ ત્રિભુવનમાં સેફટી અંગે હોટલ, રેસ્ટોરન્ટ અને મીઠાઇ – ફરસાણના વેપારીઓને તાલીમ આપવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મુકામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર અને જંક સેફટી ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના મીઠાઈ ફરસાણના ઉત્પાદકો, હોટેલ રેસ્ટોરન્ટના માલિકોને ફૂડ સેફટી અંગે સ્વચ્છતા, જાળવણી, તૈયાર કરવા તથા સંગ્રહ કરવા અંગેની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ. જે ટ્રેનીંગમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના ટ્રેઈનર નિશા કમલ મિશ્રા દ્વારા સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં આશરે ૭૦ જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ. જેઓને સ્વચ્છતા, ફૂડ રાંધવાની, જાળવણી અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ૨૦૦૬ અન્વયે વિવિધ સમજ આપવામાં આવી. એક્ટ તથા તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેનું ચુસ્તપણે અમલ કરવાની પણ સમજ આપવામાં આવી.


Related News

Comments are Closed

%d bloggers like this: