દાહોદની મહિલાને એકસાથે 4 પુત્ર જન્મ્યા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાનગી દવાખાનામાં પ્રસુતિ કરાવાઇ

દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. માતા સાથે આ ચારેય બાળકો પણ તંદુરસ્ત હોવાનું તબીબે જણાવ્યું હતું. એક સાથે 4 બાળકની પ્રસૂતિની દાહોદ જિલ્લાની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાઇ રહ્યું છે. દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલ ખાતે દાહોદ તાલુકાના બોરખેડા ગામની 23 વર્ષિય રેખાબેન સુભાષભાઈ પસાયાની તા.9ના રોજ બપોરે પ્રસૂતિ થતાં તેમણે એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના ડો. રાહુલ પડવાલે જણાવ્યા અનુસાર અગાઉ નાની ઉંમરે લગ્ન થઈ ગયા બાદ લગ્ન જીવનનાં છ વર્ષ બાદ એક બાળકીનો જન્મ થયો હતો.

જ્યારે પ્રથમ પ્રસૂતિનાં 4 વર્ષ બાદ આ મહિલા ફરી ગર્ભવતી થઈ ત્યારે સોનોગ્રાફી દ્વારા જાણ થઈ કે, તેમના પેટમાં એક સાથે 4 બાળકો આકાર પામી રહ્યાં છે અને મહિલા હિપેટાઈટિસ-બીથી પીડિત છે. જોકે સાવધાનીપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. જેના થકી આ મહિલાએ એક સાથે 4 પુત્રને જન્મ આપ્યો હતો અને માતા તેમજ બાળકોની તબિયત સારી છે. એક અંડના વિભાજનથી ક્વાર્ટરપલ પ્રેગ્નન્સી અંતર્ગત ઉત્પન્ન થયેલાં જોડિયાં બાળકોને મોનોજાયગોટિક ટિવન્સ કહે છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: