દાહોદની નગર પાલિકાના વોર્ડ નંબર–૯ની પેટા ચુંટણીમાં ભાજપનો 1134 મતે વિજય, ભાજપે પોતાની બેઠક જાળવી રાખી

KEYUR PARMAR – DAHOD BUREAU

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરમાં તા.૦૨/૦૪/૨૦૧૭ રવિવારના રોજ બાળકોના ક્રાઇટેરિયાના કારણે નગર પાલિકાના વોર્ડ નંબર ૯માં પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં ફક્ત કોંગ્રેસ અને ભાજપ એમ ૨ પક્ષના ઉમેદવાર ઊભા રહ્યા હતા. તેની મત ગણતરી આજ રોજ તા.૦૫/૦૪/૨૦૧૭ બુધવારના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે થઈ હતી. તેમાં કોંગ્રેસનાં યોગેશભાઈ અપસિંગ સંગડિયાને પહેલા રાઉન્ડની મત ગણતરીમાં ૨૯૩ અને બીજા રાઉન્ડમાં ૬૫૬ એમ કુલ ૯૪૯ મત મળ્યા હતા જેની સામે ભાજપના રાજુભાઇ લાલાભાઈ પરમારને પહેલા રાઉન્ડની મત ગણતરીમાં ૧૦૪૮ અને બીજા રાઉન્ડમાં ૧૦૩૫ એમ કુલ ૨૦૮૩ મત મળ્યા હતા અને નોટમાં કુલ ૧૨૭ મત પડ્યા હતા આમ કોંગ્રેસનાં ઉમેદવાર યોગેશભાઈ અપસિંગ સંગડિયા થી ભાજપના ઉમેદવાર રાજુભાઇ લાલાભાઈ પરમાર કુલ ૧૧૩૪ મત વધુ મેળવી જંગી બહુમતીથી વિજય થયા હતા. ત્યારબાદ પોલિટેકનિક કોલેજ થી ભાજપનો વિજય સરઘસ ડીજે સાથે સ્ટેશન રોડ થી ભગિની સમાજ થઈ નગર પાલિકા ચોકમાં આવ્યું હતું અને ત્યાં નગર પાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચાણી, સુધીરભાઈ લાલપુરવાલા, નીરજ દેસાઇ, કમલેશ રાઠી તથા ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા નગર પાલિકા ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઇ વહેચી બધાનું મોઢું મીઠું કરાવ્યુ હતુંત્યાર બાદ ફરીથી ભાજપનો વિજય સરઘસ નગર પાલિકા ચોક થી નીકળી નેતાજી બજાર થઈ પડાવ, બહાર પડાવ, ગૌશાળા ચોક થી દૌલત ગંજ બજાર થઈ પરત નગર પાલિકા ચોક પર આવી પૂર્ણ કર્યું હતું. આમ નગર પાલિકાના વોર્ડ નંબર – ૯ માં ફરી થી ભાજપનો ભગવો લહેરાયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: