દાહોદની ઘટનાનો કેબિનેટમાં પડઘો: CMએ કહ્યું, ‘દાખલો બેસે તેવી કાર્યવાહી કરો’; ધાનપુરમાં પરિણીતાને સાસરીયાએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી હતી
ગાંધીનગર43 મિનિટ પહેલા
- કૉપી લિંક
પતિ અને દિયરે સ્ત્રીના જાહેરમાં કપડાં ઉતાર્યા હતા
- ધાનપુરના ખજૂરી ગામે પરિણીતાને પતિ, સાસરિયાએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવાની ઘૃણાસ્પદ ઘટના
- 14 આરોપીની ધરપકડ કરી પીડિતાને પોલીસ રક્ષણ અપાયું
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા કેબિનેટ બેઠકમાં પડ્યા હતા. અખબારી અહેવાલના પગલે સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપીઓ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને મોટાભાગના આરોપીઓની ધરપકડ પણ કરી છે. બીજીતરફ મુખ્યમંત્રીની સૂચના બાદ દાહોદ કલેક્ટર અને એસપી ખુદ આ કેસમાં ફોલોઅપ લઇ રહ્યા છે. કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ આ ઘટનાની જાણ થતાં પોલીસે 12મીએ સાંજે ફરિયાદ દાખલ કરી હતી. પિડીત પરિણિતાનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદ લઇને કોમ્બીંગ કરીને 19 પૈકી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પિડીતાને પણ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે.
મારી દીકરી સાથે થયું તે કોઈ સાથે ન થાયઃ માતા
મારે ચાર બાળકો છે, બધાના લગન કરી દીધા છે.કોઇને તકલીફ નથી. મારી આ બીજા નંબરનીને જમાઇ ત્રાસ આપતો હતો. એટલે અમે મજૂરી કામે તેને અમારી સાથે જ રાખતા હતાં. મારી છોકરીને ત્રણ કલાક ફેરવી હતી. તેના ચીથરા ખેંચી નાંખ્યા, તેમને કડકમાં કડક સજા થવી જોઇએ. પોલીસે અમને ઘણો સાથ આપ્યો, મારી દીકરીનું છુટ્ટુ કરાવી આપો. આ શબ્દો છે 6 જુલાઇના રોજ પતિને ખભે બેસાડીને વરઘોડો કાઢવા સાથે નિર્વસ્ત્ર કરાઇ હતી તે યુવતીની માતાના છે. પુત્રી સાથે બનેલી ઘટના અંગે તેણે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મારી છોકરીને હવે તેના પતિ પાસે નથી રાખવી, તેને અને તેની છોકરીને અમે પાળી લઇશું. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઇયે. મારી છોકરી સાથે જે થયું એવુ બીજી કોઇ છોકરી સાથે ના થવું જોઇયે.
11 આરોપી 16મી સુધી રિમાન્ડ પર
ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવ હનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવાર સુધીમાં 19 પૈકી 14ને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં ત્રણ સગીરવયના છે. 14 પૈકીના 11 લોકોને 16મી તારીખ સુધી રિમાન્ડ ઉપર રાખવાનો કોર્ટે હુકમ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિયરલ ચેન્જના પગલાંઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.
વીડિયો ફરતો કરનારની તપાસ
સોશિયલ મિડીયામાં વીડિયો ફરતો થયા બાદ તેની ગંભીરતા સામે આવી છે ત્યારે પોલીસ આરોપીઓની સાથે સોશિયલ મિડીયામાં વિડીયો મૂકનાર એકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed