દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખ વરણી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવીલ

 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય રીતે પ્રમુખ વરણી દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય વિનમ્રસ્વરૂપ સ્વામી તથા પૂજ્ય વેદપ્રિય સ્વામીની હાજરીમાં દાહોદ નગર પાલિકાના નવનિયુકત પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, પૂર્વ પ્રમુખ સંયુક્તાબેન મોદી, મુકેશભાઈ ખંડેલવાલ, રાજુભાઈ તથા અન્ય કાઉન્સીલરોની હાજરીમાં આ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અંદાજે ૧૦૦૦ હરિભક્તોએ લાભ લીધો હતો. આ સત્સંગ સમારોહ પૂરો થાય બાદ ભોજન પ્રસાદીનો સૌએ લાભ લીધો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: