દાહોદના વૈજનાથ મહાદેવ ખાતે સંગીતમય શિવકથાનું ભવ્ય આયોજન કરાયું : ભક્તોનું ઉમટયું ઘોડાપુર

 
 
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં વૈજનાથ મહાદેવ ખાતે વૈજનાથ મહાદેવ સેવા સમિતિના વિમળાબેન ખંડેલવાલ , આનંદ જોશી (જય મહાદેવ), રાજેશ શર્મા, અશોક ખત્રી, નિલેશ પંચાલ, મહેન્દ્ર યાદવ, દિપક અગ્રવાલ તથા મહેન્દ્ર વરેલાણી દ્વારા તા.૧૫/૦૮/૨૦૧૮ થી તા.૨૩/૦૮/૨૦૧૮ સુધી સંગીતમય શિવકથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ગિરધરભાઈ ઉપાધ્યાયના સ્વમુખે કથા પારાયણ રાખવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં
તા.૧૫/૦૮/૨૦૧૮ ના રોજ શિવ મહાપુરાણ નું મહત્વ.
તા.૧૬ તથા તા.૧૭/૦૮/૨૦૧૮ ના રોજ શિવ તત્વનો મહિમા.
તા.૧૮/૦૮/૨૦૧૮ પંચાક્ષરનો મહિમા.
તા.૧૯/૦૮/૨૦૧૮ ગણેશજી તથા કાર્તિકે પ્રાગટ્ય મહિમા.
તા.૨૦/૦૮/૨૦૧૮ શિવજીના અવતારનો મહિમા.
તા.૨૧/૦૮/૨૦૧૮ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા.
તા.૨૨/૦૮/૨૦૧૮ નર્કોનું વર્ણન તથા પાપોના પ્રાયશ્ચિતની કથા. તથા તા.૨૩/૦૮/૨૦૧૮ ના રોજ હનુમાનજી અવતાર, કૃષ્ણ તથા ઉપમન્યુંનો સંવાદ તથા પૂર્ણાહુતિનું આયોજન રાખવામાં આવેલ છે.
આ કથાનો લાભ લેવા માટે ઘણી મોટી સંખ્યામાં ભવિભક્તો વૈજનાથ મહાદેવ ખાતે ઉપસ્થિત રહે છે અને આ કથા હજી વધુ ને વધુ લોકો ઉપસ્થિત રહી પરમપુજ્ય શાસ્ત્રી ગિરધારભાઈ ઉપાધ્યાયના મુખેથી આ શિવકથા અને અવીશમરણીય એવા દ્રસ્ટાંતોનો લાભ લે તેવી આયોજક ભક્તગણોએ દાહોદની ધર્મપ્રેમી જનતાને લાભ લે તેવું નિવેદન કર્યું.


Related News

Comments are Closed

%d bloggers like this: