દાહોદના રેલવે સ્ટેશનથી નસિયા વચ્ચે જાહેર શૌચાલયનો અભાવ

એક પણ શોપિંગ સેન્ટરમાં સુવિધા નથી બહારગામથી આવતી પ્રજાને હાલાકી

  • Dahod - દાહોદના રેલવે સ્ટેશનથી નસિયા વચ્ચે જાહેર શૌચાલયનો અભાવ

    દાહોદના સતત ધમધમતા સ્ટેશન રોડ ઉપર બસ સ્ટેન્ડ સિવાય એકેય જાહેર શૌચાલયની વ્યવસ્થા જ નથી ત્યારે નગરજનો અને આ વિસ્તારમાં ઉમટતા મુસાફરોને ખૂબ જ હાલાકી પડી રહી છે. પેશાબઘર જેવી પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રહેતા આ વિસ્તારના વ્યાપારીઓ અને મુસાફરો, જે તે દુકાનની પાછળના ભાગે કે જાહેર સ્થળોની પાછળ શૌચક્રિયા કરી લેતા હોય છે. સ્માર્ટ સીટીના સ્થાનિક તંત્ર દ્વારા શહેરના સ્ટેશન રોડ સહિત જે તે વોર્ડમાં તાતી જરૂરત છે તેવી આવી શૌચાલય જેવી સુવિધાઓ સત્વરે આકાર પામે તેવી આશા છે.

    વળી, આ વિસ્તારમાં રેલ્વે, બસ કે ખાનગી વાહનો દ્વારા સેંકડો સ્ત્રી-પુરુષો કોઈ ને કોઈ કામ અર્થે આવતા હોય છે. તેવામાં પુરુષો તો ગમે ત્યાં શૌચક્રિયા કાજે ઉભા થઇ જતા હોય છે પરંતુ, સ્ત્રી વર્ગને શૌચ ટાણે સંકોચમાં પાડવું પડતું હોવાના બનાવો છાશવારે બનતા રહે છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: