દાહોદના યુવાનો આજથી પસ્તીદાનનું અભિયાન છેડશે

ગરીબ પરિવારો માટે મીઠાઈ સહિત અન્નદાનનો શુભાશય

  • Dahod - દાહોદના યુવાનો આજથી પસ્તીદાનનું અભિયાન છેડશે

    યુવાનોના એક ગૃપ દ્વારા દીપાવલી પર્વ માટે આયોજન

    ભાસ્કર ન્યુઝ | દાહોદ

    દાહોદના યુવાનોના એક ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં આવનાર દીપાવલીના પર્વે દાહોદમાં રહેતા ગારીબ પરિવારો પર્વ લક્ષી મીઠાઈ, ફરસાણ કે ભોજનથી વંચિત ના રહે તેવા શુભાશયથી પસ્તી દાન યોજનાનો આજથી આરંભ થનાર છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ છેડાનાર આ અન્નપૂર્ણા અભિયાન તા. 6 થી 28 ઓક્ટોબરના દિવસો દરમ્યાન ચાલશે. દાહોદમાં તરૂણ શર્મા નામે યુવાન એડવોકેટના વડપણ હેઠળ દિવાળીના પર્વે ગરીબ પરિવારોમાં અંધારું ના રહેતા અજવાળું પ્રગટે તેવા સુંદર વિચાર સાથે શરુ થનાર આ મહા અભિયાનમાં દાહોદવાસીઓ મોટી સંખ્યામાં જોડાઈ પોતાના ઘરની નકામી ગણાતી પસ્તી આપે તેવી અપીલ કરી છે. ‘’આ છે એક મહા અભિયાન, આપો થોડી પસ્તીનું દાન, કોઈની દિવાળી ઉજ્જવળ કરવામાં, આપો આપનું પણ યોગદાન’’ જેવા સુત્ર સાથે આરંભાયેલ આ મહા અભિયાન હેઠળ એકઠી થનાર પસ્તીને વેચીને તેમાંથી જે નાણા ભેગા કરાશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: