દાહોદ શહેરમાં સોમવારે પોતાની કચેરીમાં જ 31 હજાર રૂપિયાની લાંચ સ્વિકારતાં મામલતદાર અમદાવાદ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. જમીનમાં નામોની એન્ટ્રી માટે લાંચ માંગવામાં આવી હતી.જેમાં 95 હજાર રૂપિયા પહેલાં લઇ લીધા હતા જ્યારે 20 હજાર ખાતામાં નખાવ્યા હતા. રજા નામંજુર થઇ હોવાથી સોમવારે ઓફીસે આવતાં એસીબીની સફળ ટ્રેપથી ખળભળાટ મચી ગયો હતો. એસીબીએ મામલતદાર અને કમ્પ્યુટર ઓપરેટર સામે ગુનો દાખલ કર્યો હતો.
તાપી જિલ્લાના વતની ડી.એન પટેલે 11 માસ પહેલાં દાહોદના મામલતદાર તરીકેનો ચાર્જ લીધો હતો. એક વ્યક્તિએ દાહોદમાં જમીનની ખરીદી કરી રજિસ્ટ્રી કરાવી હતી. આ જમી અંગે રેવન્યુ રેકર્ડમાં નામ ચઢાવવા માટે અરજી કરવામાં આવી હતી. રેવન્યુ રેકર્ડમાં નામ ચઢાવવા માટે પોતાના કમ્પ્યુટર ઓપરેટર અદનાન વોરા મારફતે મામલતદાર પટેલે લાંચની માગણી કરી હતી. લાંચ પટેલે પ્રથમ 75 હજાર રૂપિયા લીધા હતાં. ત્યાર બાદ 12 ઓક્ટોબરના રોજ 20 હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં નખાવ્યા હતાં. સોમવારના રોજ બાકીના 31 હજાર રૂપિયા એન્ટ્રી કરાવનારે આપવાનું જણાવ્યું હતું. મામલતદાર પટેલે કોઇ કારણોસર ત્રણ દિવસની રજાનો રિપોર્ટ મુક્યો હતો. જોકે, એકતા યાત્રાને કારણે તેમની રજા નામજુર કરી દેવાઇ હતી. જમીનમાં અન્ટ્રી કરાવનારે આ મુદ્દે કમ્પ્યુટર ઓપરેટર અદનાન વહોરા સાથે વાત કરતાં સોમવારે પોતાની ફરજ ઉપર આવ્યા હતાં. અમદાવાદના મદદનીશ નિયામક એન.ડી ચૌહાણના માર્ગદર્શનમાં ગાંધીનગર એસીબી પીઆઇ ડી.વી પ્રસાદ તેમજ અમદાવાદની એસીબી ટીમે …અનુસંધાન પાના નં.2
ABCની ટ્રેપમાં ઝડપાયેલા દાહોદ મામલતદાર અને ઓપરેટર. સંતોષ જૈન
ઓફિસને સીલ મારી દેવાયું
સફળ ટ્રેપ બાદ મામલતદાર ડી.એન પટેલને દાહોદની એસીબી કચેરીએ લઇ જવામાં આવ્યા હતાં. ઓફીસમાં કોઇ દસ્તાવેજોને ચેડા ન થાય તે માટે મામલતદારની ઓફીસને સીલ મારી દેવામાં આવ્યું હતું.આ ઘટનાથી મામલતદાર ઓફીસના કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.
Comments are Closed