દાહોદના મધ્યમાં આવેલ ગુજરાતીવાડમાં ત્રીજા માળે મહિલાની હત્યા કરી દાગીના લૂંટી ફરાર,પોલીસ માટે શરમ જનક ઘટના ( exclusive )

Keyur parmar – Dahod
 
દાહોદ ના ભરચક વિસ્તાર એમ.જી  રોડ ને અડીને આવેલ ગુજરાતીવાડમાં આજે 1.30 વાગે સ્વર્ગીય વિનોદ ભાઈ કડકિયા ના મકાન માં તેમના ઘરે કામ કરતી નોકરાણી ઘરમાં પ્રવેશી તો તેને ચીસા  ચીસ કરી મુક્તા આજુબાજુ ના લોકો ભેગા  થતા માલુમ પડેલ કે આ ઘર માલિક  સત્યવતિબેન વિનોદ કુમાર કડકિયા મૃત અવસ્થામાં પડેલ છે અને તેમના મોઢામાં કપડાનો ડુચો મરેલો હતો.
આ બાબત ની જાણ થતાંજ દાહોદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તાપસ કરતા માલુમ પડેલ કે વૃદ્ધા એ પહેરેલ સોનાની બંગડીઓ અને સોનાની ચેન તો નાતીજ અને બીજી કઈ વસ્તુઓ લૂંટી ગયા અને બીજી કેટલી વસ્તુઓ હતી તે ખબર નથી પડી.
પરંતુ ઘટના સ્થળ ની હકીકત જોતા લાગે છે સત્યવતિબેન મંદિરે દર્શન કરી સવારે 11 થી 12 ની વચ્ચે જયારે ઘરે આવ્યા ત્યારેજ આ ઘટના બની હોવી જોઈએ  અને તેજ વખતે ઓછામાં ઓછા 2 ઈસમોએ તેમની પાછળ આવીને આ સમગ્ર ઘટનાએ અંજામ આપ્યો હોવો જોઈએ . ઘટના ગમતે ઘટી પરંતુ ધોળે દિવસે આવી ઘટના શહેર ના વચ્ચે ઘટે એટલે તે પોલીસના મોઢા ઉપર આ લુટારુઓનો સણસણતો તમાચો છે. હાલ ઘટના સ્થળ પાર એફ.એસ.એલ અને ડોગ સ્કોડની ટિમ એ તાપસ નો દોર હાટમાં લીધો છે હવે એ જોવું રહ્યું કે દાહોદ પોલીસ ને એમાં કેટલી સફળતા મળે છે.
 


Related News

Comments are Closed

%d bloggers like this: