દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ધ્વજવંદન કરાશે

  • દાહોદ જિલ્લા માહિતી કચેરીના ફેસબૂક એકાઉન્ટ અને ટ્વીટર હેન્ડલ પર સમગ્ર કાર્યક્રમનું સવારે 8:30 વાગ્યેથી જીવંત પ્રસારણ જોઇ શકશે
  • જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ
  • રાજયમંત્રી બચુભાઇ ખાબડ ધ્વજવંદન કરશે

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. 74માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આવતી કાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દાહોદ ખાતે સવારે ૯ વાગ્યેથી કરશે. રાજયમંત્રી બચુભાઇ ખાબડ ધ્વજવંદન કરશે. સ્વાતંત્ર દિનની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.

જિલ્લા માહિતી કચેરીના સોશિયલ મિડિયા ઉપર સવારે ૮.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ
આ ઉજવણી અગાઉના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં કલેક્ટર વિજય ખરાડીએ ધ્વજવંદન કર્યું હતું અને સલામી આપી હતી. આ સમયે રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહિત શિસ્તબદ્ધ ઉભેલા પોલીસકર્મીઓએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ રિહર્સલ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોરોના મહામારીને કારણે સ્વાતંત્ર દિનની ઉજવણી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં કરવામાં આવશે. પરંતુ જિલ્લા માહિતી કચેરીના સોશિયલ મિડિયા ઉપર સવારે ૮.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ગોધરાના ગાંધીચોક ખાતે આજે 100 ફૂટ ઉંચે રાષ્ટ્રધ્વજ લહેરાશે
ગોધરા. રાજયની નગર પાલિકાઓમાં શહેરની મુખ્ય જગ્યાઓમાં અંદાજીત 100 ફુટ ઉચાં પોલ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. જેમાં ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે લોખંડના 100 ફુટ જેટલો પોલ ઉભો કરવામાં આવ્યો છે. આ પોલ પર 30 ફુટ બાય 20 ફુટનો રાષ્ટ્રધ્વજ 74મા સ્વાતંત્રય પર્વના દિને લહેરાશે. ગોધરામાં આન, બાન અને શાનથી સતત લહેરાતો રહેતા ધ્વજનું કામ નગરપાલીકાએ પુર્ણ કરી દીધું છે. શનિવારે 74મા સ્વાતંત્રય દિવસે ગોધરા અને પંચમહાલ વાસીઓને ગગનમાં લહેરાતા રાષ્ટ્ર ધ્વજને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્દારા સલામી આપીને દેશ પ્રત્યે અખૂટ પ્રેમ ઉભરાય તેવું નવલું નજરાણું ગોધરાવાસીઓને ભેટ આપશે.






Related News

Comments are Closed

%d bloggers like this: