દાહોદના પરેલમાં સવારે 7 વાગે કાળમુખી ડમ્પરની અડફેટે યુવતીનું કરુંણ મોત

 
 
દાહોદના પરેલ વિસ્તારમાં આજે સવારે કરુણાન્તિકા સર્જાઈ હતી. એક પિતા પોતાની પુત્રીને લઈને જઈ રહ્યા હતા, તેવા સમયે એક કાળમુખી ડમ્પર સામેથી આવતું હતું અને ડમ્પરના ચાલકે સામે બાજુના ખાડામાં પલટી ખાવા જતા ડમ્પરને બચાવવાની કોશિશમાં પોતાની સાઈડમાં સ્કૂટર ઉપર આવી રહેલ પિતા પુત્રીને અડફેટે લીધા હતા. આ કરુણ ઘટનામાં પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને હાથે પગે ઈજાઓ થતા દવાખાને દાખલ કરાયા હતા. આ મામલે દાહોદ પોલીસે ઘટના સ્થળ ઉપર આવી ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: