દાહોદના નાનાસરણાયા ગામમાં સાસરીયાના ત્રાસથી માતાએ 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મૃતદેહ મળ્યા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

માતા અને બે સંતાનના મૃતદેહ

  • પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા લઈ જવાયા, મૃતક મહિલાના પતિને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવાયો
  • સાસરી પક્ષના ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, પરણિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે સાસરીયાઓના ત્રાસથી મહિલાએ બે સંતાનો સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. કૂવામાંથી માતા અને 2 સંતાનના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસે કૂવામાંથી 3 મૃતદેહ બહાર કાઢ્યા
ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 3 મૃતદેહો મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસને જાણ કરતા ફતેપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા. જેમાં સરલાબેન ડામોર અને તેના બે સંતાનો એક પુત્રી ઉંમર સાડા ચાર વર્ષ અને પુત્ર સાડા ત્રણ મહિનાનો હોવાનું જાણવા મળ્યું હતું. સરલાના લગ્ન જીવનને 10 વર્ષનો સમય થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

પોલીસે હત્યા અને આત્મહત્યા અંગે તપાસ શરૂ કરી, સાસરીયાઓ સામે ગુનો નોંધ્યો
સરલા અને તેના સંતાનની હત્યા કરાઇ છે કે, આત્મહત્યા છે તે દિશા તરફ ફતેપુરા પોલીસે ધનિષ્ઠ તપાસ હાથ ધરી હતી. પોલીસે સરલાના પતિ જેસીંગને પૂછપરછ માટે લઇ ગઇ છે. પોલીસ તપાસ દરમિયાન સાસરિયાઓના ત્રાસથી મહિલાએ તેના બે સંતાનો સાથે આત્મહત્યા કરી લેવાનું સપાટી પર આવ્યું હતું, ત્યારબાદ મરણ જનાર મહિલાના પિતાએ સાસરી પક્ષના ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે મહિલાના પતિ અને સાસુ-સસરા સામે ગુનો દાખલ કરતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કુવામાં મહિલા અને બે બાળકોની લાશો દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી
ફતેપુરા તાલુકાના નાના સરણાયા ગામે બે સંતાનો સહિત માતાની લાશ મળી આવી હતી. વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં ગામલોકોને કૂવામાંથી નજરે જોવા મળી હતી તેમજ 9 વાગ્યાના સમયે પોલીસ પણ આવી પહોંચી હતી અને ત્રણેય લાશોને બહાર કાઢી દેવાઈ હતી પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી રાત્રિના 8 વાગ્યા સુધી ત્રણેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
ફતેપુરા પોલીસ સ્ટેશનના PSI સી.બી. બરંડાએ જણાવ્યું હતું કે, સાસરિયાઓના ત્રાસથી મહિલાએ બે બાળકો સાથે આત્મહત્યા કરતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

પોલીસે 306 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી
ફતેપુરા તાલુકાના નાના સરણાયા ગામે બે સંતાનો સહિત માતાની લાશ મળી આવી હતી. આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરાતા 32 વર્ષની પરિણીત મહિલાએ 10 વર્ષના લગ્નગાળામાં સાસરી પક્ષના ત્રાસથી વાજ આવી પોતાના ત્રણ માસનો બાળક તેમજ સાડા ચાર વર્ષના બાળકી સાથે કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. આ મામલે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સારાડ ગામના રહેવાસી અને મરણ જનાર પરણિતાના પિતા સોમાભાઈ કલજીભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં ફતેપુરા પોલીસે મહિલાના પતિ તેમજ સાસુ સસરા મળી ત્રણ લોકો વિરૂદ્ધ 306 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ફતેપુરામાં 9 વર્ષથી કૂવામાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત
ફતેપુરા તાલુકામાં છેલ્લા 9 વર્ષમાં 22થી વધુ જેટલા લોકોની કૂવામાંથી લાશ મળી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાંથી કેટલાય ગુનાઓ હજી વણઉકેલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: