દાહોદના નગરાળા ગામની વિશ્વકર્મા માધ્યમિક શાળામાં ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ગણિત અને વિજ્ઞાનના ઈનફોર્મલ એડજ્યુકેશનલ પ્રોગ્રામનું આયોજન થયું

 
 
 
ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અભિગમથી અને ભારતની એડવાન્સ સાયન્સ અને ટેક્નોલોજીની સંસ્થા વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ના માધ્યમથી જોય ઓફ સાયન્સ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાહોદ જિલ્લાની દાહોદ તાલુકાની વિશ્વકર્મા માધ્યમિક શાળા નગરાળામાં મોટાપાયે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમો બાળકોને ન્યુટનની થીયરી, પૈથાગોરસના લો. આ તમામનું પ્રેકટીકલ કરી સમજાવી અને વિદ્યાર્થીઓ પાસે પણ આ પ્રેક્ટિકલ કરાવડાવવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત બાયોલોજીમાં ઝાડ, ફૂલ અને તેના સેલ વિશે પણ પ્રયોગો કરી સમજાવ્યું હતું.
ત્યાર બાદ વિદ્યાર્થીઓને સાયન્સ અને ગણિતની ક્વિઝ રમાડી હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ સારો લાભ લીધો હતો. આના પછી એક સરસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેનરો, પ્લે કાર્ડ અને આકૃતિઓના માધ્યમથી મંગળ ગ્રહ, જળ સ્ત્રોત અને આહાર ચક્રો વગેરે વસ્તુઓ સમજાવી હતી. ત્યાર બાદ પ્રેક્ટીકલી એક પ્લાસ્ટિકની બોટલથી તૈયાર કરેલ રોકેટનું લૌન્ચિંગ શાળાના આચાર્ય યુનુસભાઈ પાસે કરાવ્યું હતું આ રોકેટ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે કુતુહુલ જગાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં જોય ઓફ સાયન્સનું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટના શ્રુતિ બુચ, રીચા નારંગ અને નીતિન તિવારેએ કર્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: