દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં “ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ” ની ઉજવણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ એ માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઈ મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ.

તા.૧૧/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ.
વધુમાં દાહોદ જિલ્લાના I.C.D.S. વિભાગ દ્વારા ઝાયડ્સ હોસ્પીટલમાં દાખલ માતાઓ અને નવજાત બાળકીઓને મમતા કીટનું વિતરણ કરવાનો આ દિવસે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજે આજે ઝાયડસ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઇ મમતા કીટનું વિતરણ કર્યુ હતું અને હોસ્પીટલ દ્વારા તેમની કેવી કાળજી રાખવામાં આવે છે તે બાબતે પૃચ્છા કરી હતી. હોસ્પીટલના અધિકારીઓને માતાઓ અને બાળકીઓ પ્રત્યે વિશેષ કાળજી લેવા સૂચનો કર્યા હતા અને હોસ્પીટલ સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨ થી ૧૧ ઓકટોબરને યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ ઉજવવામાં આવે છે.


Related News

Comments are Closed

%d bloggers like this: