દાહોદના જિલ્લા આરોગ્ય અધિકારી કોરોનાને હરાવી પુનઃ ફરજ પર જોડાયા

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડો. રમેશ પહાડિયાએ 14 દિવસમાં કોરોના વાઈરસને હરાવ્યો
  • કોરોનાના લક્ષણો વધવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા

દાહોદમાં કોરોના કાળમાં આરોગ્ય વિભાગનું સુકાન સંભાળી રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા કોરોનાગ્રસ્ત થયા બાદ સઘન સારવાર અને દ્રઢ મનોબળના સહારે આ ઘાતક વાઈરસને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે. 14 દિવસની સઘન સારવાર બાદ તેઓ કોરોના વાઈરસમાંથી મુક્ત થયા બાદ હોમ આઇસોલેશનનો સમયગાળો પૂર્ણ કરી ફરી પોતાની ફરજમાં લાગી ગયા છે.

દાહોદમાં લોકડાઉન અને એ બાદ અનલોકના તબક્કામાં સતત પાંચેક માસ સુધી તેઓ દિવસ રાત જોયા વિના સતત કામ કરતા રહ્યા હતા. એકાદ માસ પૂર્વે ડો. પહાડિયાએ પોતાના શરીરમાં નબળાઇ અને બાદમાં સખત તાવ આવવાના કારણે ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેથી, તેઓ તુરંત હોમ આઇસોલેશનમાં ચાલ્યા ગયા હતા. પણ, શરીરમાં કોરોનાના લક્ષણો વધવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. જ્યાં દાખલ થયા પછીના બે દિવસે શ્વાસ લેવામાં તકલીફ પડતાની સાથે તબીબીઓ તેમને આઇસીયુમાં દાખલ કર્યા હતા.

તેમાં તબીબી તપાસ કરવામાં આવતા ડો. પહાડિયાના ફેંફસાના 45 ટકા ભાગમાં કોરોના વાઈરસે અસર કરી હોવાનું માલૂમ પડ્યું હતું. તેમને સ્ટીરોઇડ, રેમડેસિવિર, રિપેરિન સહિતની દવા સાથે સતત 7 દિવસ સુધી આઇસીયુમાં રાખ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ હોવાથી ડો. પહાડિયા 4 દિવસ સુધી પ્રોન પોઝિશનમાં સૂતા હતા એટલે કે ઉંધા સુવાથી ફેંફસા સારી રીતે કામ કરતા થાય છે. આમ, સતત સારવાર અને દ્રઢ મનોબળના સહારે કોરોના વાઈરસને મ્હાત આપી શક્યા હતા.

0






Related News

Comments are Closed

%d bloggers like this: