દાહોદના ગોદી રોડ ઉપર કોરોના પોઝીટીવનો એક કેસ આવતા કોરોના પોઝીટીવની સંખ્યા ૫૦ થઈ, જિલ્લામાં કોરોના એક્ટિવની સંખ્યા ૦૮ થઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ તા.૨૪/૦૬/૨૦૨૦ ને બુધવારના રોજ કુલ ૧૫૯ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી સાંજના સમયે ફુલ ૬૯ લોકોના સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા તેમાંથી ૬૮ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને દેવગઢ બારીયા તાલુકામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેે બાદ થોડી વાર પહેલા બીજા ૯૦ લોકોના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાંથી ૮૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૧ વ્યક્તિ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગોદી રોડના રંગોળી પાર્ક પાસે આવેલ યોગેશ્વર નગરમાં આજે તા.૨૫/૦૬/૨૦૨૦ ને ગુરૂવારને સળંગ ત્રીજા દિવસે વધુ ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે સાંજના સમયે દેવગઢ બારીયા તાલુકામાં ૦૧ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાં થોડીવાર પહેલા વધું ૦૧ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામી ગયો હતો.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના યોગેશ્વર નગર, રંગોળી ગોદી રોડ ના કુંદન રતનકુમાર મોહતો ઉ.વ. – ૩૨ વર્ષના ને પાછલા ૧૦ દિવસથી તાવ આવતો હતો અને તા.૨૩/૦૬/૨૦૨૦ થી તે ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ દાહોદ જિલ્લામાં સળંગ ત્રીજા દિવસે કોરોના પોઝીટીવના ૦૨ કેસ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
 THIS NEWS POWERED BY –– PHONE WALE 
દાહોદ જિલ્લામાં આજના વધુ ૦૧ કોરોના પોઝીટીવ સાથે કુલ ૫૦ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી કુલ ૪૨ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૦૮ થઈ ગઈ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: