દાહોદના ગોદીરોડ વિસ્તારથી પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ

દાહોદ શહેરમાં ટૂંકા ગાળામાં 10,000 કુટુંબોને પાઇપલાઇન દ્વારા ગેસની સુવિધા પુરી પડાશે હવે પછી દાહોદ નગરની…

  • Dahod - દાહોદના ગોદીરોડ વિસ્તારથી પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ

    ગુજરાત ગેસ કંપની લિ. અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરનાં ગોદીરોડ વિસ્તારમાં મહાવીર નગરમાં પાઇપ લાઇન દ્વારા ઘરેલુ ગેસ પુરો પાડવાની યોજનાનું લોકાર્પણ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર અને રાજ્યના આદિજાતિ-વન મંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે હસ્તે કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે રીબન કાપીને પાઇપ લાઇન દ્વારા ગેસ આપવાની યોજનાનો શુભારંભ કરતાં રાજ્યના આદિજાતિ વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોથી દાહોદ શહેરમાં ગેસ પાઇપ લાઇન દ્વારા ગેસ પૂરો પાડવાની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાને દાહોદ સુધી લાવવા માટે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે ૭૦૦ કિ.મી.ની પાઇપ લાઇન દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી છે. જેના થકી દાહોદની મહિલાઓને પોતાના કુંટુંબન માટે રસોઇ બનાવવા ગેસ બોટલ નોંધાવવા કે બોટલ જોડવાની મુશ્કેલી દૂર થશે. ઝડપથી રસોઇ બનાવી શકશે. દાહોદ શહેરમાં ૩૦ જેટલા પાઇપ લાઇનથી ગેસ જોડાણ અપાયા છે. દોઢેક વર્ષમાં ૧૦,૦૦૦ કુંટુંબોને પાઇપ લાઇનથી ગેસ જોડાણ આપવાની કામગીરી પૂર્ણ કરાશે. આ પ્રસંગે ઘરેલુ ગેસ જોડાણનુ લોકાપર્ણ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શહેર અને ગ્રામ્ય કક્ષાની મહિલાઓની ચિંતા કરીને શહેરોમાં ગેસ પાઇપ લાઇન દ્રારા ગેસ પૂરો પાડવાની યોજના અને ગ્રામિણ ક્ષેત્રોમાં ઉજજવલ્લા યોજના દ્વારા મફત ગેસ બોટલ સગડી સહિતનું જોડાણ આપવાની યોજના અમલિત કરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: