દાહોદના ગઢોઇમાં રાવણના મંદીરની હયાતી, દશેરાએ પૂજા પણ થઇ

પૂજા કોણ કરી ગયું ગામ લોકોને ખબર નથી : લોકો માને છે મંદીર રાવણનું છે પણ પુરાવા નથી : પૂર્વજો પણ કહેતાં હતાં કે મંદીર…

  • Dahod - દાહોદના ગઢોઇમાં રાવણના મંદીરની હયાતી, દશેરાએ પૂજા પણ થઇ

    રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં રાવણની પૂજા કરાતીનું કહેવાય છે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં રાવણનું મંદીર હોવાનું સાંભળવા મળ્યું હતું. દશેરાએે દાહોદ શહેરથી પાંચ કિમી દૂર આવેલા ગઢોઇ ગામની ઘાટીએ જઇને રાવણના મંદીરે જવાનું પુછ્યું તો એક બાઇક સવાર ઘાટીથી અડધો કિમી અંદર બાવકા રોડ ઉપર ઘટાદાર વૃક્ષ નીચે કેટલીક ખંડિત પ્રતિમાઓ પાસે મુકી આવ્યો. પૌરાણિક લાગતાં આ સ્થળે ખંડિત પ્રતિમાઓ આગળ ગલગોટાના તાજા ફુલ, કંકુના ચાંદલા અને એક નાનકડો ઘી ભરેલી ડાબલી જોવા મળતાં કોઇકે પૂજા કરી હોવાનું પ્રતિત થયું હતું. મંદીરની નજીક રહેતાં 55 વર્ષિય બાબુભાઇ હઠીલાએ જણાવ્યું હતું કે, અમારા વડવા અહીં રાવણનું મંદીર હોવાનું કહેતાં હતાં. આ જગ્યા રાવણના મંદીર તરીકે જ ઓળખાય છે. રાવણે જવાનું કહો તો નાનુ બાળક પણ આ સ્થળે મુકી જાય. દશેરાના દિવસે કોઇક લોકો આવીને પૂજા કરી જાય છે. 70 વર્ષિય જેતાબેન હઠીલાનું કહેવું છે કે, અહીં ઘણી મૂર્તિઓ હતી પરંતુ લોકો રાતના સમયે ગાડીઓ લઇને આવીને અહીંથી ચોરી કરી ગયા છે. લાલાભાઇ હઠીલાએ જણાવ્યું હતું કે, અહીં મોટુ મંદીર હતું હોવાનું અમારા ઘરડા કહેતાં હતા. નીચે મોટી ઇંટોનું ચણતર પણ છે. સાબુત મંદીર કોઇએ પણ જોયું નથી. કેટલાંક લોકો આવીને અહીં દશેરાએ ફુલ ચઢાવી જાય છે. ગુરુવારે દશેરાના દિવસે આ મંદીરે પૂજા કોણ કરી ગયું તે ગામના લોકોને કંઇ જ ખબર નથી.

    ગઢોઇમાં રાવણના મંદીર તરીકે દશેરાએ પૂજા કરી હતી. સંતોષ જૈન

    રાવણ રોકાયો હતો

    ગામ લોકોએ જણાવ્યું હતું કે, તેમના વડવા કહેતાં હતાં કે રાવણ લંકા જતી વખતે થાકી જતાં અહીં રોકાયો હતો. મંદીરની નીચે ઘણું ધન છે પણ કોઇને આપતો નથી. વીસેક વર્ષ પહેલાં એક વ્યક્તિએ મંદીર ફરતે બાઉન્ડ્રી બાંધવા પાયા ખોદાવ્યા હતા પરંતુ જમીન માલિકના વિરોધથી તે શક્ય બન્યું ન હતું.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: