દાહોદના ઓપન થિયેટરમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ પર આવેલ કેશવ-માધવ રંગમંચમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બાલાજી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૮માં આજ સ્થળે ક્રાફ્ટ બજારનું આયોજન કર્યું હતું. ત્યાંરે તેને બહુ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે જ્યારે દાહોદ સ્માર્ટસિટી બનવા જઇ રહ્યું છે ત્યારે બાલાજી ફાઉન્ડેશન દ્વારા દેશી-વીદેશી ફૂડયાત્રાનું આયોજન કેશવ માધવ રંગમંચ સ્ટેશન રોડ પર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની ગેમ્સ, લાઈવ બેન્ડ, ૦૯ વર્ષ થી ૧૬ વર્ષના બાળકોની જુનિયર શેફ સ્પર્ધા, ફૂડ વર્કશોપ, કિચન કિંગ / ક્વિન સ્પર્ધા અને ખાસ તો ફૂડસ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીથી ખાસ માસ્ટર સેફ-4 ના 2nd વિજેતા નેહા શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આ કુકિંગ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
આ સાથે દાહોદની સ્વાદ રસિક જનતાને ખુબજ સ્વાદિષ્ટ અવનવી વાનગીનો સ્વાદ માણવાનો મોકો પણ મળ્યો .
Related News
દાહોદમાં ગઈ કાલથી વલ્લભ સાખી રસપાનનો ધૂમધામથી થયો પ્રારંભ
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯Read More
દાહોદમાં આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મીRead More
Comments are Closed