દાહોદના ઇન્દોર રોડ ઉપર બેન્ક-શાળામાં ચોરીનો પ્રયાસ

  • CCTV ફુટેજમાં કેમેરામાં મોઢે રૂમાલ બાંધેલા ચોરો દેખાયાં
  • દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 04:00 AM IST

દાહોદ. ઇન્દોર રોડ ઉપર આવેલી ધી દાહોદ મર્કન્ટાઇલ કો.ઓ.બેન્ક લી. દાહોદની શાખાના સ્ટાફ તથા પ્યુન મોઇનુદ્દીન સલીમુદ્દીન કાજી શુક્રવનારના બપોરના 3 વાગે બેન્કના શટરને લોક મારી પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ બેન્કના શટરના તાળા તોડી શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કરી બેન્કના અંદરના લોકર રૂમનું તાળુ તોડી નાખી અંદર મુકી રાખેલા ડોક્યુમેન્ટ અસ્તવ્યસ્ત કરી તેમજ નોટ ગણવાનુ મશીન બહાર ગેટ સુધી લઇ આવી ત્યા મુકી ભાગી ગયા હતા.

દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
બેન્કમાંથી ચોરી કરવા જેવુ કંઇ નહી મળતાં બાજુમાં આવેલા બચ્ચપ સ્કૂલના શટરના તોડી ચોર હરામખોરોએ અંદર પ્રવેશ કરી ચોરી કરવાની કોશીષ કરી હતી. ઘટનાની જાણ પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિસ્તારમાં લગાવેલા સીસી ટીવી ફુટેજની પોલીસે તપાસ કરતાં મોઢે રૂમાલ બાંધેલા ચોરો કેમેરામાં જોવા મળ્યા હતા. આ સંદર્ભે બેન્કના મેનેજર ઓનઅલી ઇબ્રાહીમભાઇ રાણાપુરવાલાએ દાહોદ શહેર પોલીસ મથકે ચોર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: