દાહોદથી એસટી બસ સુરતના સ્થાને અંકલેશ્વર સુધી જ દોડાવાઇ

  • વાહન વ્યવહાર કચેરીએ 10 દિવસ સુધીની રોક લગાવી છે
  • દરરોજ શહેરથી 10 ટ્રીપ ઉપડે છે સુરતથી15 બસો આવતી હતી

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. સુરત જતી-આવતી ખાનગી અને એસ.ટી બસોના પ્રવેશ ઉપર વાહન વ્યવહાર કચેરીએ દસ દિવસ સુધીની રોક લગાવી છે ત્યારે દાહોદ શહેરમાંથી એસ.ટી બસો સુરતના સ્થાને અંકલેશ્વર સુધી મોકલવામાં આવી હતી. જ્યારે સુરતથી દરરોજ શહેરમાં આવતી 15 એસ.ટી બસો રવીવારે આવી ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા કોરોના વાઇરસના લીધે સરકાર દ્વારા જાહેર કરાયેલા અનલોક-1 તથા 2ની ગાઇડ લાઇન મુજબ એસ.ટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે શરૂ કરવામાં આવી હતી.

દરરોજ દાહોદ આવતી 15 બસો રવીવારે આવી ન હતી
ઉચ્ચ કક્ષાએથી કરાયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરત શહેરમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસ.ટી બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન દસ દિવસ માટે બંધ કરવાનો વાહન વ્યવહાર કચેરી દ્વારા હુકમ કર્યો છે. ત્યારે દાહોદ શહેરમાંથી પણ દરરોજ સુરત માટે ઉપડતી દસ ટ્રીપ રવીવારે અંકલેશ્વર સુધી મોકલવામાં આવી હતી. આ સાથે સુરતથી દરરોજ દાહોદ આવતી 15 બસો રવીવારે આવી ન હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: