દાવેદારી: પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠકો પર ભાજપના 200થી વધુએ દાવેદારી નોંધાવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરા3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
- સાૈથી વધુ પીંગળી બેઠક પર 14 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
પંચમહાલ જિલ્લા પંચાયતની ચુંટણીની તારીખો જાહેર થતાં તડામાર તૈયારીઅો શરૂ થઇ ગઇ છે. પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની 38 બેઠકોમાં અા વર્ષે ફેરફાર થતાં મોટી ઉલથપાથલ થઇ છે. જેમા કેટલાક જુના જોગીઅોની ટીકીટ કપાઇ જશે તેમ લાગી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રીયા પુર્ણતાના અારે પહોચી છે. અગાઉ પંચમહાલ જિલ્લા પંચાયત ભાજપ હસ્તક હતી. તેને જાળવી રાખવા ભાજપ પક્ષ દ્વારા અેડીચોટીનુ જોર લગાવશે જેના માટે ઉમેદવાર ચયનની પ્રક્રીયા પુર્ણ થઇ છે. ભાજપ પક્ષ પરથી ચુંટણી લડવા મુરતીયાઅોની ફોજ ઉમટી પડી છે.
જિલ્લા પંચાયતની 38 બેઠકો ભાજપ પક્ષના ચિન્હ પર ચુંટણી લડવા 200 થી વધુ મુરતીયાઅો મેદાનમાં અાવ્યા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે વિધાનસભા દીઠ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા શરૂ કરી છે. જેમાં અલગ અલગ નિરીક્ષકો દ્વારા વિધાનસભા દીઠ ઇચ્છુક ઉમેદવારોના સેન્સ લીધા હતા. જિલ્લા પંચાયતની 38 સીટ માટે ભાજપ પક્ષના 200 થી વધુ મુરતીયાઅોઅે ઉમેદવારીની દાવેદારી કરી હતી. જેમાં સાૈથી વધુ પીગળી સીટ પર 14 જણાઅે દાવેદારી નોધાવી હતી. 4 ફેબ્રુઅારી સુધીમાં િજલ્લા પંચાયતના ઉમેદાવારની જાહેરાત થવાની વકી જોવાઇ રહી છે.
2021ની જિ. પં.ની ચૂંટણીમાં પ્રકાર વર્ષનો મોટો ફેરફાર થયો
બેઠક | તાલુકા | 2021નો | ભાજપ | ||||
અંબાલી | ગોધરા | સામાન્ય સ્ત્રી | 8 | ||||
આંગણીયા | ગોધરા | અનુ. અાદિજાતિ સ્ત્રી | 3 | ||||
અણીયાદ | શહેરા | અન. અાદિજાતિ | 6 | ||||
બાકરોલ | કાલોલ | સા. શૈ.પછાતવર્ગ સ્ત્રી | 3 | ||||
બોરીયા | શહેરા | સા. શૈ.પછાતવર્ગ સ્ત્રી | 4 | ||||
દલવાડા | શહેરા | સામાન્ય સ્ત્રી | 4 | ||||
ધામણોદ | શહેરા | સા. શૈ. પછાત વર્ગ | 8 | ||||
એરાલ | કાલોલ | સા. શૈ પછાત વર્ગ | 6 | ||||
ગોલ્લાવ | ગોધરા | સામાન્ય સ્ત્રી | 8 | ||||
જાફરાબાદ | ગોધરા | અનુ. અાદીજાતિ સ્ત્રી | 2 | ||||
જાંબુધોડા | જાંબુધોડા | અનુ. અાદિજાતિ સ્ત્રી | 11 | ||||
કણજરી | હાલોલ | બિનઅનામત સમાન્ય | 3 | ||||
કાંકણપુર | ગોધરા | અનુ. જાતી સ્ત્રી | 5 | ||||
કાનપુર | ઘોઘંબા | અનુ. આદિજાતિ | 3 | ||||
કરોલી | કાલોલ | અનુ. આદિજાતિ સ્ત્રી | 3 | ||||
ખરોડ | ઘોઘંબા | સામાન્ય સ્ત્રી | 4 | ||||
મોરા | મોરવા(હ) | સામાન્ય સ્ત્રી | 6 | ||||
મોરવા(હ) | મોરવા(હ) | બિનઅનામત સામાન્ય | 5 | ||||
મોટી કાંટડી | ગોધરા | અનુ. આદિજાતી | 3 | ||||
નદીસર | ગોધરા | બીનઅનામત સામાન્ય | 9 | ||||
નાંદરવા | શહેરા | બિન અનામત સામાન્ય | 7 | ||||
અોરવાડા | ગોધરા | બિન અનામત સામાન્ય | 12 | ||||
પાલ્લા | ઘોઘંબા | બિન અનામત સામાન્ય | 6 | ||||
પીંગળી | કાલોલ | બિન અનામત સામાન્ય | 14 | ||||
રજાયતા | મોરવા(હ) | બિન અનામત સામાન્ય | 4 | ||||
રવાલીયા | હાલોલ | અનુ. આદિજાતિ સ્ત્રી | 4 | ||||
સાલીયા | મોરવા(હ) | સામાન્ય સ્ત્રી | 5 | ||||
સાંપા | ગોધરા | અનુ. આદિજાતિ | 2 | ||||
શિવરાજપુર | હાલોલ | સામાન્ય સ્ત્રી | 5 | ||||
સીમલીયા | ઘોઘંબા | સામાન્ય સ્ત્રી | 7 | ||||
સુરેલી | શહેરા | બિનઅનામત સામાન્ય | 5 | ||||
તળાવડી | હાલોલ | બિનઅનામત સામાન્ય | 6 | ||||
તરખંડા | હાલોલ | સામાન્ય સ્ત્રી | 6 | ||||
વાડી | શહેરા | સામાન્ય સ્ત્રી | 4 | ||||
વંદેલી | મોરવા(હ) | બિન અનામત સામાન્ય | 5 | ||||
વાવકુંલ્લી | ઘોઘંબા | અનુસૂચિત આદિજાતિ | 6 | ||||
વેજલપુર | કાલોલ | સામાન્ય સ્ત્રી | 3 | ||||
ઝીંજરી | ઘોઘંબા | બિન અનામત સામાન્ય | 5 |
38 બેઠકના પ્રકારોમાં રોટેશન મુજબ બદલાવ થયેલ છે
જિ. પં.ની 38 બેઠકનો પ્રકારો રોટેશન મુજબ બદલાવ થયા છે. જિ.પં.ની 38 બેઠકોમાંથી સામાન્ય સ્ત્રી 11, બિન અનામત 12, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાતવર્ગ 4, અનુ.અાદિજાતિ 10, અનુ. જાતિ માટે 1 બેઠકોના ફેરફારની જાહેરાત કરાઇ હતી. નવા ફેરાફર જાહેર કરતાં જિલ્લા પંચાયતના જુના જોગીઅોની બેઠકો જોખમમાં મુકાઇ હતી. મોટા ભાગની બેઠકના પ્રકારની રચનામાં મોટો ઉલટફેર થતાં અા વર્ષની ચૂંટણીમાં કેટલાકને ઉમેદવારીથી દુર રહેવું પડશે.
દાહોદની કુલ 288 બેઠકો માટે 1079 લોકોની દાવેદારી
દાહોદ. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત પ્રદેશ નિરીક્ષક તરીકે નિયુક્ત પ્રદીપસિંહ જાડેજા, ગીતાબેન રાઠવા અને અમિતભાઇ ઠાકરની અઘ્યક્ષતામાં દાહોદના અનાજ માર્કેટ ખાતે આયોજિત પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકે પ્રદીપસિંહ જાડેજા દ્વારા જણાવાયું હતું કે દાહોદની 50 જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 344, તાલુકા પંચાયતની 238 બેઠકો માટે 735 અને દાહોદ નગર પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે કુલ 161 લોકોએ દાવેદારી નોંધાવી છે તો દાહોદમાં 38,000 પેજ સમિતિઓ પૈકી 32,000 તો સંપન્ન પણ થઇ ચુકી છે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આટલા લોકોની દવેદારી જ બતાવે છે કે લોકોને ભાજપની કાર્યદક્ષતામાં રસ છે એટલે આ વખતે ભાજપ દાહોદ જિલ્લામાં આયોજિત ત્રણેય ચૂંટણીઓમાં મેદાન મારી જશે તેમ કોઈ બેમત નથી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed