દારૂનુ ટોલ નાકુ: દેવગઢ બારીઆનાં ભથવાડા ટોલ નાકા પર ફરીથી લાખોનો દારુ ઝડપાયો
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- રૂપિયા 4.76 લાખના દારુ સાથે કુલ રૂ. 10.72 લાખનો મુદ્દામાલ જપ્ત ગઇકાલે અસાયડી ગામ પાસેથી રૂ. 16 લાખ 39 હજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર ના હોય તેમ બેફામ બન્યાં છે. જ્યારે બુટલેગરોને દબોચી લેવા પોલીસ પણ એક્શન મોડમાં છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અસાયડી ગામ પાસેથી ગઇકાલે પોલીસે ટ્રકમાં મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં લઇ જવાતા રૂપિયા 11 લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ રુપિયા 16 લાખ 39 હજાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે આજે દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પાસેથી રૂપિયા 4 લાખ 67 હજાર 400ના વિદેશી દારુના જથ્થા સાથે કુલ રૂપિયા 10 લાખ 72 હજાર 400ના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી છે.
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ઊભી હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઇસર ગાડી ત્યાંથી પસાર થઈ હતી. આઇસર ગાડી જોવાની સાથે જ પોલીસે આઇસર ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને ગાડીમાં સવાર ચાલક સહિત બે જણાંના જેમાં નારાયણનાથ શંકરનાથ ચૌહાણ અને દિનેશ છગનલાલ ડાંગી (બંને રહે. ઉદયપુર રાજસ્થાન)ની અટકાયત કરી પોલીસે આઇસર ગાડીની તલાશી હાથ ધરતા પોલીસ ચોંકી ઉઠી હતી.
આઇસર ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ. 97 જેમાં વિદેશી દારૂ તથા બિયરની બોટલો તેમજ ટીન નંગ. 205 જેની કિંમત રૂપિયા 4 લાખ 67 હજાર 400નો જથ્થો, એક મોબાઇલ ફોન તેમજ આઇસર ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 10 લાખ 72 હજાર 400ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.
આ ગુનામાં માંગીલાલ ડાંગી (રહે.ઉદયપુર રાજસ્થાન) પ્રોહિબિશનના ગુનામાં મોસ્ટ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે જેની વિરુદ્ધ પણ દેવગઢબારિયા પોલીસે ગુનો નોંધી તેના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.બે દિવસ પહેલા આ નાકા પરથી જ 11 લાખ નો દારુ ઝડપાયો હતો.
અસાયડી ગામ પાસેથી ગઇકાલે લાખોનો દારૂ ઝડપાયો હતો
ગઇકાલે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામેથી પસાર થઈ રહેલા એક ટ્રકની પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા 11 લાખ 29 હજાર 200ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક તેમજ મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 16 લાખ 39 હજાર 200નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ટ્રકના ચાલક સહિત બે જણાની પોલીસે અટકાયત કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed