દારૂની હેરાફેરી પર સકંજો: દાહોદ જિલ્લામાં છેલ્લા 27 દિવસમાં અધધ 60 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 9500 વ્યકિત સામે અટકાયતી પગલાં લેવામા આવ્યા નાસતા ફરતા 149 આરોપીઓને ઝડપી પાડ્યા 28 વ્યકિતની પાસા હેઠળ અટકાયત કરવામા આવી

દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૮ને રવિવારે યોજનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ તે માટે પોલીસ દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૯૫૦૦ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. બીજી બાજુ કાયદાની પકડથી બચવા નાસતા ફરતા ૧૪૯ વ્યક્તિને પોલીસે પકડી પાડી છે.

દાહોદ જિલ્લાને સ્પર્શતી આંતરરાજ્ય ઉપરાંત આંતરજિલ્લા સરહદો ઉપર પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આવા ૨૪ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. અહીં ગોઠવવામાં આવેલા બંદોબસ્તને પગલે ગત્ત તા. ૨૩થી અત્યાર સુધીમાં દાહોદ પોલીસ તંત્રએ મુદ્દામાલ સહિત રૂ. ૬૦ લાખનો દારૂ પકડી પાડ્યો છે. આ ઉપરાંત, ચૂંટણીના દિવસે પાડોશી રાજ્યના જિલ્લાઓને પણ ડ્રાય ડે રાખવા વિનંતી કરાઇ છે.

પોલીસ તંત્ર તરફથી પરવાનેદારો પાસેથી અત્યાર સુધીમાં કુલ ૪૭૮૩ હથિયારો જમા લેવામાં આવ્યા છે. ભૂતકાળની પ્રવૃત્તિને ધ્યાને રાખીને ૧૨ શખ્સોને દાહોદ જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૨૮ વ્યક્તિ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઇ છે. એવી જ રીતે ૬૧૭ વ્યક્તિ સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના નાગરિકો કોઇ પણ ભય વિના મતદાન કરી શકે એ માટે પોલીસ દ્વારા યોગ્ય પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીની પ્રક્રીયા પણ કોરોના વાયરસ અંગે સરકારની માર્ગદર્શિકા મુજબ યોજાઇ રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, મતદાનના દિવસે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોઇ પણ પ્રકારના વિખવાદ ના સર્જાય, આપસી ભેદભાવ ના થાય અને સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઇ રહે એ જરૂરી છે. જિલ્લા પોલીસ વડાએ લોકોને આ બાબતે સહયોગ આપવાની અપીલ કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: