દારૂની હેરાફેરી: દાહોદ તાલુકાના નવાગામ પાસેથી બોલેરોમાંથી રૂ.1.10 લાખનો વિદેશી દારુ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જીપ મુકી ભાગવા જતા બે બુટલેગરને પણ પોલીસે ઝડપી પાડયા

દાહોદ તાલુકાના નવાગામેથી પોલીસે એક શંકાસ્પદ બોલેરો ગાડીનો પીછો કરતાં બોલેરો ગાડીમાં સવાર ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં બોલેરો ગાડીમાં સવાર ચાલક સહિત બે જણા સ્થળ પર ગાડી મુકી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે બે જણાની અટક કરી હતી. ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ.1,10,400 ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડી મળી કુલ રૂ.4,60,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દાહોદ તાલુકાના કતવારા પોલીસને મળેલી બાતમીના આધારે નવાગામ પીપળી પાસે વોચ ગોઠવી ઉભા હતાં. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક બોલેરો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને તેનો પીછો કર્યા હતો. પોલીસ પીછો કરતી હોવાની જોઈ ગાડીમાં સવાર ચાલકે પોતાના કબજાની બોલેરો ગાડી ભગાવી હતી. પોલીસે પણ તેનો પીછો કર્યા હતો. આ દરમ્યાન ગાડીમાં સવાર બે જણાએ સ્થળ પર ગાડી મુકી નાસવાનો પ્રયાસ કર્યા હતો અને નવાગામ ખાણ નદીમાંથી બન્ને જણાને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યાં હતાં.

પોલીસે ગાડીની તલાસી લેતમાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો કિંમત રૂ.1,10,400 ના જથ્થા સાથે બોલેરો ગાડીની કિંમત મળી કુલ રૂ.4,60,400 નો મુદ્દમાલ પોલીસે કબજે કર્યા હતો. અને ગાડીમાં સવાર નિલેશભાઈ મડીયાભાઈ ગણાવા (રહે.વરમખેડા, માળી ફળિયું, દાહોદ) અને રાજુભાઈ વરસીંગભાઈ ભાભોર (રહે. મોટીખરજ, ભાભોર વડલી ફળિયું, દાહોદ) એમ બન્નેની અટકાયત કરી કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: