દાદાગીરી: દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીનો મૃતદેહ સંબંધીઓ દાદાગીરી કરીને લઈ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ધીંગાણુ મચાવી કર્મચારીને લોખંડનુ ટેબલ મારી ઈજા પહોંચાડી સરકારી કામમા દખલ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

દેવગઢબારિયામાં આવેલા સરકારી દવાખાનામાંથી એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના એક સ્ટાફગણ પર હુમલો કરી ઈજા પહોંચાડી ભારે ધીંગાણું મચાવ્યા બાદ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીને સાથે લઈ ગઇ ગયા હતા જે અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

દેવગઢ બારીયા તાલુકામાં રહેતા ગીરીશભાઈ પ્રભાતભાઈ રાવળ કોરોનાગ્રસ્ત હોવાથી તેમને પરિવારજનો દ્વારા દેવગઢ બારિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આ ગીરીશભાઈની સારવાર પણ ચાલતી હતી. સારવાર દરમિયાન જ ગીરીશભાઈનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતક ગિરીશભાઇના સગા સંબંધીઓ દ્વારા દેવગઢબારિયાની સરકારી હોસ્પિટલમા આવી ભારે ધીંગાણું ચાવ્યું હતું અને ગીરીશભાઈને તમે મારી નાખ્યા છે, એવા આક્ષેપો કરી ગાળો બોલતા કોરોના વોર્ડમાં ઘુસી ગયા હતા.

કર્મચારીને લોખંડનું ટેબલ માર્યું

લોખંડનું ટેબલ આ દવાખાનામાં ફરજ બજાવતા કર્મચારી આકાશભાઈ દેવેન્દ્રકુમાર ગુપ્તાને મારતા આકાશભાઈ ઢીચણના નીચેના ભાગે ઇજાઓ પહોંચી હતી. હાલ જ્યારે વિશ્વભરમાં કોરોનાનો કેર છે ત્યારે આવા સમયે મૃતક ગીરીશભાઈને તેમના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવી કોરોનાગ્રસ્ત લાશને સાથે લઈ જઈ બીજાઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ચેપનો ફેલાવો કર્યો હતો. સાથે સરકારી કામકાજમાં રુકાવટ ઊભી કરતા આ સંબંધને હોસ્પિટલના કર્મચારી આકાશભાઈ દેવેન્દ્રકુમાર ગુપ્તા દ્વારા આ સબંધે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: