દાદાગીરી: ઝાલોદમાં જીએસટી ટીમના સભ્યો સાથે ગાળા ગાળી કરતાં ચાર વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
વેપારીઓ સામે પોલીસ ફરિયાદ - Divya Bhaskar

વેપારીઓ સામે પોલીસ ફરિયાદ

  • દુકાનમા સર્ચ ઓપરેશન હાથ ધરતા વેપારીઓ રોષે ભરાયા
  • સરકારી કામમા અવરોધ ઉભો કરતા ચાર વેપારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં જી.એસ.ટી.એન્ડ કસ્ટમ વિભાગની ટીમના છેલ્લા ત્રણેક દિવસથી ધામા છે. ત્યારે આ જી.એસ.ટી. વિભાગની ટીમે ઝાલોદ નગરમાં એક વેપારીની દુકાને સર્ચ ઓપરેશન હાથ ધરતાં આ દુકાનના વેપારી સહિત ચાર વ્યક્તિઓએ જી.એસ.ટી.વિભાગની ટીમના સભ્યો સાથે ઝપાઝપી કરી બેફામ ગાળો બોલી, ધાકધમકીઓ આપતાં અધિકારીઓ ચોકી ગયા હતા. જિલ્લામાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે જી.એસ.ટી. વિભાગના અધિક્ષક દ્વારા ઝાલોદના ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 26.03.2021ના રોજ સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ કસ્ટમ વડોદરા-02 કમીશ્નર કચેરી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સંજય અશોકભાઈ પટેલ (રહે.વડોદરા) અને તેમની ટીમમાં સામેલ ઈન્સ્પેક્ટર મનોજ ઓમપ્રકાશ જાટ, લીલાધર પ્રહલાદરામ ગુર્જર, અનિરૂધ્ધ રાજેશભાઈ મારવા, અમન સુરેશ ગર્ગની સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવ્યાં હતાં.

વેપારીઓએ અધિકારીઓ સામે ગાળાગાળી કરી
સવારના 11:45 કલાકે ઝાલોદ નગરમાં આવેલા ઘનશ્યામ સુગનચંદ અગ્રવાલની દુકાને સેન્ટ્રલ જી.એસ.ટી. સર્ચ કરવા ગયાં હતાં. આ દરમિયાન તેમની દુકાને ઘનશ્યામ અગ્રવાલનો છોકરો રીતેશ હાજર હતો અને તેઓની જોડે આ સર્ચ વોરંટની હકીકત જણાવી હતી. આ દરમ્યાન રીતેશે તેમના પિતા ઘનશ્યામ અગ્રવાલને ફોન કર્યો હતો અને દુકાને બોલાવ્યાં હતાં. ઘનશ્યામ અગ્રવાલની સાથે સાથે ઝાલોદ નગરમાં જ રહેતા અન્ય વેપારી ગોપાલ મખન્નલાલ અગ્રવાલ, સુભાષ મખ્ખનલાલ અગ્રવાલ પણ આવી પહોંચ્યાં હતાં અને જી.એસ.ટી. વિભાગની ટીમ દુકાનમાં સર્ચ ઓપરેશનની કામગીરી કરી રહી હતી તે સમયે ઉપરોક્ત ચારેય વેપારીઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી જી.એસ.ટી. વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી ઉપર પણ ઉતરી આવી શર્ટના કોલર પણ પકડી લીધાં હતાં. તમે અહીંથી ભાગી કેવા જાઓ છો, અમે તમને જોઈ લઈશું, તેમ કહી ગાળા ગાળી કરતા જોતજોતામાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને આ જોઈ જી.એસ.ટી. વિભાગના કર્મચારીઓએ ભયના માર્યા જગ્યા છોડી દીધી હતાં.

આમ, સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરાતાં આ સંબંધે સેન્ટ્રલ જી.એસ.ટી. એન્ડ કસ્ટમ વડોદરા-02 કમીશ્નર રેટ ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સંજય અશોકભાઈ પટેલ દ્વારા ઝાલોદ નગરના વેપારી ગોપાલ મખ્ખનલાલ અગ્રવાલ, સુભાષ મખ્ખનલાલ અગ્રવાલ, ઘનશ્યામ સુગનચંદ અગ્રવાલ અને રીતેશ ઘનશ્યામભાઈ અગ્રવાલ વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: