દાતા દેવ બનીને આવ્યા: દેવગઢ બારીઆમાં માંડ બે છેડા ભેગા કરીને જીવતા પરિવારને સેવાભાવી સંસ્થા દ્વારા નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- વિધવા રેશમબેન લોકોના ઘરમાં કામ કરીને એક પુત્રી ગૌરી અને માનસિક અસ્વસ્થ પુત્રનુ લાલન પાલન કરતા હતાં
દેવગઢ બારીઆમા એક મહિલાના માથેથી પતિનુ છત્ર કુદરતે છીનવી લીધુ તે દુખ તો સહન કરવાનુ જ હતુ, પરંતુ કારમી ગરીબીમા પુત્રી અને માનસિક અસ્વસ્થ પુત્રનુ લાલન પાલન કરવાની જવાબદારી પણ આ વિધવાના શીરે હતી. તેમાંય ભગવાને અગ્નિ પરીક્ષા લેવા જર્જરિત ઝુંપડામા રહેવા ગરીબ પરિવારને જાણે મજબુર કર્યો હતો. ત્યારે લોકોના ઘરકામ કરી પરિવારને પોષતી મહિલાનુ કષ્ટ ઘટાડવા કુદરતે જાણે કે એક દેવદુત સમાન દાતાને મોકલ્યા. આહાર નામની સંસ્થાના સહયોગથી આ ગરીબ પરિવારે આજે તેમના નવા ઘર હરિ નિવાસમા ગૃહ પ્રવેશ કર્યો છે. માંડ બે છેડા ભેગા કરતા આ પરિવારને આજે સાચે જ જાણે હરિ નિવાસમાં સ્થાન મળ્યાની સંતુષટિ થઈ હશે.
ખુબજ ગરીબાઈ હોવા છતાં કોઈની પાસે કશું પણ નહીં માંગતા એવા સ્વાભિમાની અને ખુદ્દાર તથા લોકોના ઘરમાં ઘરકામ કરીને પોતાનું પેટિયું રળતા અને દેવગઢ બારિયાના છેવાડાના વિસ્તારમાં ડુંગરની તળેટીમાં ખંડેર થઇ ગયેલા જેવા ઝુંપડામા એક ગરીબ પરિવાર રહેતો હતો. એવા વયોવૃદ્ધ આહાર સંસ્થાના લાભાર્થી વિધવા રેશમબેન રયજીભાઈ નાયક, પુત્રી ગૌરી અને માનસિક ક્ષતિવાળો પુત્ર નિકુલ નાયક માટે નવું પાકું 35×20 ફૂટનું ઘર આહારના ટ્રસ્ટી એવા રણજીતનગરના હર્ષદભાઈ પંચાલના સહયોગથી, આહાર ટ્રસ્ટ દ્વારા બાધવામા આવ્યુ છે.
આજે તારીખ 13 જુલાઈના રોજ તેઓનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. નવા ઘરનીં સાથે સાથે ગરીબ, ખુદ્દાર પરિવારને ઘરમાં જરૂરી એવી તમામ વસ્તુઓ, જેવી કે બે પલંગ -સ્ટીલના તમામ જરૂરી વાસણો -વાસણનો ઘોડો-તેમના ઇષ્ટદેવના ફોટાઓ તથા ઘરના સભ્યોને ચંપલ- અને બે જોડી નવા કપડાં પણ આપવામાં આવ્યા હતા. સાથે સાથે અડોશ પાડોશમાં રહેતા સૌ ઝૂંપડવાસીઓ અને આહારના લાભાર્થીઓને ટ્રસ્ટ દ્વારા બોલાવીને દાળ -ભાત-શાક અને લાપસીનું પાકું ભોજન જમાડતા આ ગરીબ પરિવારમાં અગાઉ કદી પણ કોઈ પ્રસંગ ન થયેલો હોઇ તેઓ સૌમાં ન ધાર્યું હોય તેવી અનમોલ ખુશીઓ આવી ગઈ હતી. તેવું તેઓના ચેહરા પર સ્પષ્ટ દેખાતું હતુ.
આહાર ટ્રસ્ટ દ્વારા ગરીબોને રાંધેલું મફત ભોજન-મફત પ્રાથમિક સારવાર-ઘરવખરી-છોકરાઓને અભ્યાસમાં તમામ પ્રકારની સહાય-જરૂરિયાત વાળાઓને પાકું મકાન તથા છોકરીના લગ્નમાટે પણ તમામ સહાય ઉપરાંત કામ કરી શકે તેવાઓને કામ અને રોજગારીના સાધનો મળતાં દેવગઢ બારીયાના ગરીબોનું જીવનધોરણ ઊંચુ લાવવાના તમામ પ્રયાસોને કારણે ગરીબોમાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી રહી છેં.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed