દાંડીયાત્રીનો પરિવાર ભૂલાયો: અમદાવાદમાં દાંડીયાત્રાના સંભારણે યોજાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’માં દાહોદના દાંડીયાત્રીનો પરિવાર વિસરાયો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Family Of Dandi Pilgrim From Dahod Was Forgotten In The ‘Amrut Mahotsav Of Independence’ Held In Commemoration Of Dandi Pilgrimage In Ahmedabad.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલાલેખક: હિમાંશુ નાગર

  • કૉપી લિંક
  • દાહોદના લાલજી પરમાર 79 દાંડીયાત્રી પૈકીના એક હતા પંડિત ખરે અને કાકા કાલેલકરની ખૂબ નજીક હતા લાલજીભાઈ

મહાત્માં ગાંધીજીએ આજ દિવસે 91 વર્ષ પહેલાં દાંડી યાત્રા શરુ કરી હતી.મીઠાના કાયદાનો સવિનય કાનૂન ભંગ કરવા માટે કરેલી આ દાંડી કૂચ સ્વાતંત્રય સંગ્રામની શરુઆત બની ગયો હતો.આ ઐતિહાસિક કૂચમાં સૌથી પહેલાં જે 79 દાંડી યાત્રીઓ હતા તેમાં દાહોદમાં અવતરેલો એક 25 વર્ષીય નવ લોહિયો દલિત યુવક પણ હતો.ત્યારે ગ્લાનિ એ વાતની છે કે જ્યારે પ્રધાનમંત્રી આઝાદીના અમૃત મહોત્સવના શુભારંભ પ્રસંગે દાંડી યાત્રાના સંભારણાના દિવસે સાબરમતી આશ્રમ આવ્યા ત્યારે આ દાંડી યાત્રીનો પરિવાર વિસરાઇ ગયો હતો. દાહોદના જુના વણકરવાસમાં લાલજીભાઇ પરમાર રહેતા હતા.એક અહેવાલ પ્રમાણે તેઓએ પૂજ્ય ઠક્કરબાપાએ શરુ કરેલી શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.ત્યાર બાદ તેઓ મામા ફડકેના સાનિધ્યમાં ગોધરામાં આશ્રમમાં પહોંચ્યા અને ત્યાંથી અમદાવાદ સાબરમતી આશ્રમમાં ગયા હતા.તેમને સંગીતમાં ખૂબ રુચી હતી જેથી તેઓ સંગીત વિશારદ થયા અને તેમણે અમદાવાદમાં તે જમાનામાં અલીસબ્રીજ વિસ્તારમાં સંગીતના વર્ગ પણ જે તે જમાનામાં ચલાવ્યા હતા.શાસ્ત્રીય સંગીતમાં તેઓ પારંગત હતા.

લાલજીભાઈ સંગીતમાં પણ નિપુણ હતા
લાલજીભાઇ સંગીતમાં નિપુણ હોવાથી તેમની એક અલગ ઓળખ સાબરમતી આશ્રમમાં ઉભી થઇ અને તેના કારણે જ આશ્રમમાં તેમની નિકટતા પંડિત ખરે અને કાકાસાહેબ કાલેકલકર સાથે વધી ગઇ હતી.જેથી તેમનો ફાળો સંગીત,કાંતણ અને સ્વરાજય આંદોલનમાં મહત્વનો બની રહયો હતો.આમ એક સામાન્ય પરિવારનો દાહોદનો દલિત યુવાન સ્વતંત્ર ભારતના શિલ્પીઓના સંપર્કમાં આવીને અમર થઇ ગયો છે.

ગાંધીજી સાથે દાંડીયાત્રામાં જોડાયા હતા
1930માં ગોરી સરકારે મીઠા પર કર નાખતા મહાત્મા ગાંધીએ ‘ના કર’ નો નારો આપીને મીઠાના કાયદાનો વિરોધ કરવાનો નિર્ધાર કર્યો .તેના માટે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધી એક યાત્રા કાઢવાનુ નક્કી થયુ અને કોઇ પણ પ્રકારના કર આપ્યા વિના દાંડીથી મીઠું ઉપાડીને મીઠાના કાયદનો વિરોધ કરવાનો વ્યુહ ઘડી કાઢવામાં આવ્યો.12 માર્ચ 1930 ના રોજ દાંડીયાત્રાનો શુભારંભ અમદાવાદથી કરાયો ત્યારે ગાધીજી સાથે ગણતરીના 79 યાત્રીઓ હતા.જેમાં 25 વર્ષનો દાહોદનો નવલોહિયો યુવક લાલજી પરમાર પણ સામેલ હતો.દાંડી કૂચની સૌથી મહત્વની બાબત એ હતી કે તેમાં મોટા ભાગના યાત્રીઓ નવ યુવાન જ હતા.

દાંડીમાં 70માં નંબરની પ્રતીમા લાલજીભાઈની
દાંડીમાં જે પ્રમુખ દાંડી યાત્રીઓની પ્રતિમાઓ મુકવામાં આવી છે તેમાં 70 નંબરની પ્રતિમા લાલજીભાઇ પરમારની છે.જે યાદી મુકવામાં આવી છે તેમાં પણ 70મું નામ તેમનુ જ લખેલુ છે ત્યારે દાંડી યાત્રાની યાદો દર વર્ષે વાગોળવામાં આવે છે. પરંતુ આ વર્ષે આઝાદીના અમૃતોત્સવની ઉજવણી આ દિવસથી કરવામાં આવી હોવાથી તેનું મહત્વ આપોઆપ વધી ગયુ છે.કારણ કે સ્વાતંત્ર્ય સંગ્રામને જોશ આપનારી દાંડી કૂચ હતી ત્યારે તેમાં કેટલાયે નેતાઓ જોડાયા અને ગુજરાતીના નેતૃત્વમાં ગુજરાત તેનુ સાક્ષી બન્યુ કે જેમાં દેશભરના લ઼ડવૈયા જો઼ડાયા હતા.

અમદાવાદના કાર્યક્રમમાં પરિવારજનો ભૂલાયા
દાંડીયાત્રાને 91 વર્ષ પૂર્ણ થયા અને આ દિવસથી જ પ્ર્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતથી જ આઝાદીના અમૃતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.ત્યારે દાંડી યાત્રી લાલજીભાઇ પરમારના પુત્ર મહેન્દ્રભાઇ કે જેઓ અમદાવાદમાં જ રહે છે તેમણે થોડું દુખ વ્યક્ત કર્યુ હતુ.તેમણે ટેલીફોનીક વાર્તાલાપમાં જણાવ્યુ હતુ કે મારા પિતા પૂજ્ય ગાંધીજી સાથે રહ્યા હતા ક્યારેક તેમના માટે નાસ્તો પણ બનાવતા હતા.કાકાસાહેબ કાલેલકર તેમને પુત્ર સમાન રાખતા હતા, સાબરમતી ગાંધી આશ્રમમાં તેઓ રહ્યા ત્યારે કોઇ પણ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપવામાં આવે છે પરંતુ આજે દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠે અમૃત મહોત્સવ ટાંણે અમને આમંત્રિત કરવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: