દહેજ માટે જાતિ અપમાનિત કરી કાઢી મૂકતાં પતિ વિરુદ્ધ ફરિયાદ

  • દાહોદના યુવક સામે દહેજ-એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. ખલતાગરબડીની યુવતીએ મે’ 2012માં દાહોદના સાંસીવાડ અને મુળ રહે. કતવારાના કિશોરસિંહ હાંડા સાથે ફુલહાર કર્યા હતા. લગ્નજીવનના શરૂના 3 વર્ષ સુધી યુવતીને સારી રીતે રાખી હતી અને સંતાનમાં 5 વર્ષનો છોકરો પણ છે. છોકરાના જન્મ પછી કિશોરસિંહ હાંડા ઝઘડો કરી હેરાન કરી તારા બાપના ઘરેથી પાંચ લાખ લઇ આવ કહી તેમજ જાતી અપમાનીત કરી અને જાનથી મારવાની ધમકી આપી 2017માં પત્નીને છોકરા સાથે કાઢી મુકતા પિતાના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ પત્નીએ પતિ કિશોરસિંહ પાસેથી ભરણપોષણની તેમજ ઘરેલુ હિંસાની અરજી ધાનપુર કોર્ટમાં દાખલ કરી હતી.

ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
છેલ્લા 3 વર્ષથી ફોન કરી પત્નીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી તારા બાપના ઘરેથી કાંઇ લાવી નથી કહી 5 લાખ માંગી તથા છોકરો આપી દે તેમ કહી માનસિક ત્રાસ આપતો હતો. તેમજ તા.29 જુલાઇના રોજ પણ કિશોરસિંહે ફોન કરી પત્નીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. પત્નીના ભાઇ તથા આગેવાનોને પણ મારવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી જાતી અપમાનીત શબ્દો બોલી ધમકીઓ આપી હતી. આ સંદર્ભે પત્નીએ પતિ વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દહેજની માંગણી તથા એટ્રોસીટી મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: