દરોડો: ઝાલોદ તાલુકાના ભાવપુરામાં ખુલ્લામાં ધમધમતા જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 6 જુગારીયા ઝડપાયા, એક ફરાર થઈ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો જુગારધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા

ઝાલોદ તાલુકાના ભાવપુરા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહેલ સાત જેટલા નબીરાઓ પૈકી છને પોલીસે દબોચી લીધા હતા. જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા, મોટરસાઈકલ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.1,79,360 ના મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે.

ભાવપુરાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાનાનો જ્યાં જુગાર રમાતો હતો

ભાવપુરા ગામે ખુલ્લી જગ્યામાં મોટા પાયે જુગાર રમાતો હોવાની પોલીસને ગત તારીખ 19મી માર્ચ 2021ના રોજ માહિતી મળી હતી. જેથી ઝાલોદ પોલીસ ભાવપુરા ખાતે દોડી ગઈ હતી. અને ત્યાં જઈ ભાવપુરાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાનાનો જ્યાં જુગાર રમાતો હતો. ત્યાં પોલીસે ચારેય તરફથી ઘેરાબંધી કરી લીધી હતી. ત્યાર બાદ ધમધમતાં જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતાં.

સાતેય જણા વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તેમજ પોલીસે જુગાર રમી રહેલા જીજ્ઞેશ ડામોર (રહે.સંતરામપુર, જિ.મહીસાગર), નરેશ ડામોર (રહે. સંતરામપુર, જિ.મહીસાગર), દજ્ઞેશ કલાલ (રહે. સંતરામપુર), કનુભાઈ પરમાર (રહે. સંતરામપુર), સુરેશ ગેલોત (રહે. લીમડી, કરંબા, તા.ઝાલોદ,જિ.દાહોદ), દિલીપ માલીવાડ (રહે. ગુલીસ્તાન સોસાયટી, ઝાલોદ, જિ.દાહોદ) ને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે અલ્કેશ ભાભોર (રહે.ટેકરી ફળિયા, ઝાલોદ) પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપી પાડવામાં આવેલ ઉપરોક્ત છ જણાની અંગ ઝડતી કરતાં રોકડા રૂપીયા 9,480 તથા દાવ પરથી રોકડા રૂપીયા 10,380 અને મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂ. 39,500 અને મોટરસાઈકલોની કિંમત રૂ. 1,20,૦૦૦ તેમજ જુગારના સાધનો મળી કુલ રૂ.1,79,360 નો મુદ્દામાલ ઝાલોદ પોલીસે કબજે કરી ઉપરોક્ત સાતેય જણા વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: