દરોડા: વિરોલના મહિલા સરપંચ 6000ની લાંચ લેતાં ACBની ટ્રેપમાં ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

વિરોલ ગામના મહિલા સરપંચ
- અરજદાર મહિલાના પતિની દાહોદ એસીબીમાં ફરિયાદ
- ચાલચલગતના દાખલા માટે લાંચ લેતાં રંગેહાથ પકડાયા
દેવગઢ બારિયા તાલુકામાં સરપંચના ચાલચાલગતના દાખલા માટે વિરોલ ગામના મહિલા સરપંચે રૂપિયાની માંગણી કરી હતી. આંગણવાડીમાં સુપરવાઇઝર માટે અરજદાર મહિલાના પતિએ એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવાયુ હતું. મહિલા સરપંચ 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.
દેવગઢ બારીયા તાલુકામાં સપ્ટેમ્બર’20માં આંગણવાડીમાં સુપરવાઇઝરની જાહેરાત પડતા તાલુકાની એક મહિલાએ સુપરવાઇઝરનુ ફોર્મ ભરેલ હતુ. જે ફોર્મ સાથે ગામના જુના સરપંચના ચાલચલગતના દાખલાની નકલ જોડેલ હતી. પરંતુ હાલના સરપંચનો ચાલચલગતનો દાખલો ફોર્મમાં જોડવાનો હોય, ફોર્મ ભરનાર મહિલાના પતિએ દશેક દિવસ પહેલા વિરોલના મહિલા સરપંચ વાલીબેન સુરેશભાઇ વણકરને મળી અને ચાલચલગતના દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગે કાર્યવાહી કરી આપવાની પણ વાત કરી હતી. જેથી મહિલા સરપંચે જણાવેલ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩માં પસંદ પામેલ અગ્રતા ધરાવતા કુંટંબોની યાદીમાં સમાવેશ કરવા માટેનો દાખલો અંગેનુ ફોર્મ આપી સોગંદનામુ કરીને ફોર્મ ભરી ડોક્યુમેન્ટ જોડી આપી દેજો તેમ જણાવ્યું હતું.
ત્યાર બાદ તા.૦૬ જાન્યુઆરી’૨૧ના રોજ મહિલા સરપંચે અરજદાર મહિલાના પતિને ફોન તમારા બન્ને કામ માટે રૂપિયા સાડા 6 હજાર થશે તેમ જણાવી રૂપિયાની માંગણી કરી હતી. જેથી અજરદારના પતિએ થોડુ ઓછું વત્તુ કરવા જણાવતા તેઓ રકઝકના અંતે સરપંચે રૂા.6000 લાંચની માંગણી કરી હતી. જેથી આ બાબતે અરજદારના પતિએ દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચ વિરૂદ્ધ ફરિયાદ આપતાં એસીબી વડોદરાના એન.પી.ગોહિલ તથા દાહોદ એસીબીના પી.કે.અસોડા તથા સ્ટફે છટકું ગોઠવતા આરોપી સરપંચ વાલીબેન સુરેશભાઇ વણકર અરજદાર મહિલાના પતિ પાસેથી રૂા.6000ની લાંચની રકમ સ્વિકારતા રંગે હાથ ઝડપાયા હતા. મહિલા સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
Related News
ભાસ્કર વિશેષ: ખેડૂતોની આવક વધારવા સેટેલાઇટથી જગ્યા નક્કી કરાશે, મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ક્લસ્ટર ફેસિલેશન પ્રોજેક્ટ શરૂ કરાશે
Gujarati News Local Gujarat Dahod To Increase The Income Of Farmers, Space Will Be DeterminedRead More
અકસ્માત: ટ્રેક્ટરની ટક્કરે રોડની સાઇડમાં ઉભેલા બે ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલાRead More
Comments are Closed