દરોડા: દાહોદ જિલ્લામાં 6 સ્થળેથી રૂા.6.95 લાખનો દારૂ જપ્ત, એક મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Alcohol Worth Rs 6.95 Lakh Seized From 6 Places In Dahod District, Police Registered A Case Against Nine People Including A Woman
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ, દેવગઢ બારિયા, લીમખેડા35 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પાણીયામાં કારમાંથી જ્યારે થેરકા, બૈણા, ગલાલીયાવાડ, ખંગેલા અને મોટીહાંડીમાં ઘરમાંથી દારૂ મળ્યો
- અલગ અલગ દરોડામાં એક મહિલા સહિત કુલ નવ લોકો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
દાહોદ જિલ્લામાં કુલ 6 અલગ અલગ જગ્યાએથી રૂા.6.95 લાખના દારૂ-બિયર સાથે એક મહિલા સહિત ચારને પોલીસે ઝડપી એક મહિલા સહિત કુલ 9 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઝાલોદના મોટીહાંડી ગામના ધામણખોબરા ફળિયાના બાબુ બચુ નીનામાને ઘરે રેઇડ કરતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં વિદેશી દારૂની તથા બિયરની કુલ 55 પેટીઓ જેમાં કુલ 1,980 જેની કિંમત રૂા.27,840ના જથ્થા સાથે બાબુબચુની ધરપકડ કરી લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ઝાલોદ પોલીસે દારૂની બાતમીથી થેરકા ગાના રામસીંગ સુરતાન કલારાને ઘરે રેઇડ કરતાં તે હાજર મળતા ઘરમાં તલાસી લેતાં વિવિધ માર્કાની વિદેશી દારૂ બિયરની કુલ 2112 બોટલો રૂા.2,66,880ની મળી હતી. જથ્થા સાથે રામસીંગ સુરતાન કલારાની ધરપકડ કરી તેની સાથે તથા જથ્થો પુરો પાડનાર સામે ગુનો નોંધ્યો હતો.
તેવી જ રીતે દેવગઢ બારિયા પોલીસે પણ બૈણા ગામના નટવરસિંહ શંકા બારીયાના ઘરે છાપો મારતા તે ઘરે મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં ઘરના પાછળના ભાગે બનાવેલ બાથરૂમમાંથી પતરાના ડબ્બામાં તથા પ્લાસ્ટીકની થેલી અને વિમલના થેલામાં ભરી રાખેલ દારૂ વ્હીસ્કીની કુલ 219 નાની મોટી બોટલો તેમજ 153 બોટલ બિયર મળી કુલ રૂા.445 બોટલો જેની કિંમત રૂા.54,175ના જથ્થા સાથે રામસીંગ સુરતાન કલારાની ધરપકડ કરી હતી. જ્યારે દાહોદ તાલુકા પોલીસે ગલાલીયાવાડમાં રહેતા શંકર કૈલાશ સાંસીના ઘરે રેઇડ કરી તેના ઘરમાંથી નાની મોટી વિદેશી દારૂની કુલ 160 જેની કિંમત રૂા.27,180ની મળી આવ્યા હતાં.
દાહોદ તાલુકાના ખંગેલા ગામે જોગસીંગ પીદીયાના ઘરે રેડ કરતાં તેની પત્ની મળી હતી. તલાસી લેતાં વિદેશી દારૂ બીયરની કુલ 281 બોટલો જેની કિંમત રૂા.39,950ની મળી આવી હતી. જથ્થા સાથે લીલાબેન મેડાની ધરપકડ કરી તેની સામે તથા તેના પતિ જોગસીંગ અને પીટોલના દારૂના ઠેકેદાર સામે કતવારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. લીમખેડા તાલુકાના પાણીયા ગામે હાઇવે ઉપર જીજે-24-A-9792 નંબરની આઇ ટવેન્ટી કાર બીનવારસી સ્થિતિમાં મળી આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂા.28,800નો 288 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા 1 લાખ રૂપિયાની કિંમતની કાર જપ્ત કરી કારના માલિક તથા ચાલકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed