દંપતીની ગોદ સૂની: સંજેલીમાં ઢોરો પાછળ તળાવમાં કૂદેલા માસૂમ ભાઇ-બહેનનું ડૂબી જતાં મોત

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંને સંતાન એક સાથે ગુમાવતાં દંપતીની ગોદ સૂની થઇ ગઇ : માતા-પિતા સાથે ખેતરે જતાં ઘટના બની

સંજેલીમાં આવેલા પુષ્પસાગર તળાવમાં રમતા રમતા ઢોરોની સાથે તળાવમાં કુદેલા માસુમ ભાઇ-બહેનનું ડૂબી જવાને કારણે એક સાથે મોત થઇ જતાં પરિવાર સાથે ગામમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ હતી. બંને સંતાન એક સાથે ગુમાવતાં દંપતિની ગોદ સુની થઇ ગઇ હતી.

સંજેલી નગરમાં રહેતાં રિતેશભાઈ જયંતીલાલ સોની અને તેમની પત્ની 9 વર્ષિય પૂત્ર ઘ્રુવતી અને 7 વર્ષિય પૂત્ર જયદીપ સાથે બપોરના 12 વાગ્યાના અરસામાં પુષ્પસાગર તળાવ પાસે આવેલા પોતાના ખેતરે ગયા હતાં. રિતેશભાઇ અને તેમના પત્ની કામમાં પરોવાઇ ગયા હતાં ત્યારે બંને બાળકો ચરી રહેલા ઢોરો પાછળ રમી રહ્યા હતાં. આ વખતે ઢોરો તળાવના પાણીમાં જતાં ધ્રુવતી અને જયદીપ પણ તેમની પાછળ પાણીમાં પડ્યા હતાં. કોઇ કારણોસર ઉંડા પાણી તરફ ધસી જતાં બંને ભાઇ-બહેનનું ડૂબી જવાને કારણે મોત થઇ ગયું હતું.

બીજી તરફ બાળકો નહીં જોવાતા રિતેશભાઇએ તપાસ કરી હતી પરંતુ તેઓ જોવાયા ન હતાં. ઢોરો પાણીમાં ઉતરેલા જોવા મળતાં બંને પણ પાણીમાં હશે તેવી આશંકાના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી.ત્યારે બંને ભાઇ-બહેન તળાવના પાણીમાંથી મૃત અવસ્થામાં મળી આવતાં દંપતિના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગામના લોકો પણ તળાવે ધસી આવ્યા હતાં. અકાળે અકસ્માતનો ભોગ બનેલા ભાઇ-બહેનની અંતિમ યાત્રા એક સાથે કાઢવામાં આવી હતી. આ ઘટનાથી સંજેલી નગરમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: