ત્રસ્ત પરિણીતા મોતને શરણે: દાહોદના આગાવાડામાં પતિ અને સસરાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • પતિ ચારિત્ર્ય પર શંકા કરતો અને સસરા મેણા મારતા હતા મૃતકના પીયરીયાએ તેના સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા ગામે એક પરિણીતાને પતિ તથા તેના સસરા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા. આવા અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આગાવાડા ગામે લીમડી ફળિયામાં રહેતી પરિણીતાને તેનો પતિ ચેતન પરમાર તેમજ તેના સસરા હિમા નુરાભાઈ પરમાર અવાર મેણા ટોણા મારતાં હતાં અને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં હતાં. પતિ ચેતન પરિણીતા પર અન્ય વ્યક્તિઓ સાથેના આડા સંબંધનો શક રાખી ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ પોતાની સાસરી આગાવાડા ગામે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં મૃતક પરિણીતાના પીયરીયાએ તેના સાસરીયા વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંન્ને આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: