તૈયારી: દાહોદ સાંસદે જિલ્લા પંચાયતની 50 બેઠકોની મુલાકાત પૂર્ણ કરી, આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બૂથ પ્રમુખો-પેજ પ્રમુખોને જીત માટે આહ્વાન કરાયું

ગુજરાત રાજ્યમાં તાલુકા તથા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ ચાલુ માસમાં જ જાહેર થવાની શકયતાઓ પ્રબળ બની છે.ત્યારે દાહોદ જિલ્લામાં ભાજપની જ્વલંત જીતની તૈયારીઓના ભાગરૂપે દાહોદ જિલ્લા પંચાયતની તમામ પચાસ બેઠકો ઉપર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર તથા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા પ્રવાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. બેઠકોમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ બેઠકોના બુથ પ્રમુખ તથા પેજ પ્રમુખોને ભાજપનો જવલંત વિજય થાય તે માટેની વ્યૂહરચના સાથે ઉત્તમ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.પાણીયા આશ્રમશાળામાં મોટી બાંડીબાર તથા દુધિયા જિલ્લા પંચાયત શીટની અંતિમ બેઠક યોજાઇ હતી.જેમાં ભાજપના અગ્રણી કાર્યકર મુન્નાભાઈ લબાના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયારનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોરે બુથ પ્રમુખો તથા પેજ પ્રમુખોને જીત માટે આહ્વાન કર્યુ હતું.ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર તથા સાંસદ જશવંતસિંહ ભાભોરના જોશભેર સંબોધનથી ઉત્સાહ દેખાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: