તાલુકાનો વિકાસ: વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના જનકલ્યાણના કામો માટે ઓનલાઇન બેઠક યોજાઈ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ધાનપુર તાલુકામાં વિવિધ વિકાસકાર્યો માટે બે કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી

વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત અંતરિયાળ ધાનપુર તાલુકામાં વિવિધ જનકલ્યાણના કામો કરવા માટે ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ધાનપુર તાલુકાના ધારાસભ્ય તરીકે રાજયમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ધાનપુરના વિવિધ વિકાસકાર્યો માટે રૂ. બે કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ વિકાસકાર્યોમાં તાલુકામાં રોડ-રસ્તા તેમજ પાયાની માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે. તાલુકામાં સામાન્ય માણસની જરૂરીયાતોને ધ્યાને રાખીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને વિકાસકાર્યોના ફળ ઝડપથી લોકો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન બેઠકમાં ગાંધીનગરથી ધાનપુર તાલુકાના પ્રભારી મમતા વર્મા જોડાયા હતા. તેમજ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા આયોજન અધિકારી ગેલાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: