તાઉ-તેથી તબાહી: દાહોદ જિલ્લામાં ભારે પવનમાં 17 વીજ પોલ પડી ગયા, એક કાચા મકાનને નુકસાન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કાલે પવનની ગતિ 17 કીમી/કલાક હતી આજે વધીને 24કીમી/કલાક થઈ

તાઉ-તે વાવાઝોડાના પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં થયેલી અસરને કારણે વાદળિયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે જિલ્લામાં કેટલાક સ્થળે વીજ થાંભલા પડી જવાની ઘટના બની છે. જ્યારે, એક કાચા મકાનને સામાન્ય નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તેમજ કોઈ મોટુ નુકસાન કે જાનહાનિ થઈ નથી.

વીજ થાંભલાને ફરી ઉભા કરવા માટે ત્રણ ટીમ કાર્યરત

વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર પંકજ થાનાવાલાએ જણાવ્યું કે, જિલ્લામાં કૃષિલક્ષી વીજ જોડાણને લગતા પોલ પડી ગયા હોવાનું નોંધાયું છે. કુલ 17 પોલ પડી ગયા છે. પડી ગયેલા વીજ થાંભલાને ફરી ઉભા કરવા માટે ત્રણ ટીમો કામ કરી રહી છે. રાત્રે વીજળી જવાના કેટલાક બનાવો બન્યા હતા. જેને તુરંત રિપેર કરી લેવામાં આવ્યા હતા. વીજ કંપનીના કન્ટ્રોલ રૂમને 592 કોલ્સ મળ્યા હતા. જે પૈકી રાત્રે 470 એટેન્ડ કરી લેવામાં આવ્યા હતા. બાકીના કોલ્સ તા. 18 ના સવાર સુધીમાં સોલ્વ કરવામાં આવ્યા હતા.

પવનની ગતિ વધીને 24 કિલોમિટર પ્રતિ કલાકની રહી

દાહોદમાં અત્યારે વીજ સેવા પૂર્વવત ચાલુ છે. બીજી તરફ દાહોદ ખાતે કાર્યરત સ્પિડોમિટરમાં પવનની મહત્તમ ગતિ 17 કિલોમિટર પ્રતિકલાકની નોંધાઇ છે. ગઇ કાલ તા. 17 ના સાંજના પણ આટલી જ મહત્તમગતિ નોંધવામાં આવી હતી. આજ તા. 18 ના સવારના 12.15 વાગ્યે પવનની ગતિ વધીને 24 કિલોમિટર પ્રતિ કલાકની રહી હતી. જિલ્લામાં એક સ્થળે પવનની ગતિના કારણે એક કાચા મકાનને સામાન્ય નુકસાન થયું છે. સમગ્ર જિલ્લામાં ધાબડિયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ફોરા પડ્યા હોવાના અહેવાલ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: