તસ્કરી: વાકીયામાં લગ્નપ્રસંગમાં 50ના ટોળાએ ધાડ પાડી નવવધૂ સહિત 7 લોકોના 2 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • 2 લાખના દાગીનાની લૂંટ, વાંકીયાના 48 તથા રળિયાતીના 1 મળી 49 સામે ફરિયાદ

દાહોદ તાલુકાના વાકીયા ગામના પટેલ ફળિયામાં રમેશભાઇ શકરીયાભાઇ મોહનીયાની છોકરી સંબુડીબેનના લગ્ન હોઇ બપોરના 3 વાગે ગમલા ગામેથી જાન આવી હતી. સાંજના 5 વાગ્યે વરરાજાને માંડવે લાવ્યા હતા. ત્યારે ગામના સંગાડા ફળીયાના ખીમચંદ ભીમા સંગાડા, હિન્દુ ગનજી સંગાડા, સીલીયા ગનજી સંગાડા, રમેશ ભીમા સંગાડા સહિત 45થી વધુના ટાળાએ ધાડ પાડી હતી.

શું-શું ચોરી ગયા?
જેમાં નવવધુએ પહેરેલ સોના ચાંદીના દાગીના તથા સંબુડીબેને પહેરેલ 250 ગ્રામના ચાંદીના ભોરીયા નંગ 2 રૂા.5000, ચાંદીની સાંકળી રૂા.10,000 તથા ચાંદીના તોડા નંગ 2 રૂા.10,000, ચાંદીનો કંદોરો રૂા.10,000, ચાંદીનુ મંગળસુત્ર રૂા.2000 તથા હાથ પગમાં પહેરેલ ચાંદીની અંગુઠીઓ નંગ 5 રૂા.1000 તથા 1 તોલાના સોનાના ઝુમર નંગ 2 રૂા.20,000 તેમજ ઘરમાં લગ્નની વિધી કરતાં રાકેશભાઇ ચંદુભાઇ ભાભોરનો ચાંદીનો કંદોરો રૂા.10,000, ચાંદીના ભોરીયા નંગ 2 રૂા.10,000 માર મારી લૂંટ કરી હતી.

​​​​​​​તેમજ સુમીબેન રાજુભાઇની ચાંદીની સાંકળી રૂા.10,000, ચાંદીની બંગડીઓ નંગ 8 રૂા.10,000 તથા લીલાબેન રણસીંગભાઇએ પહેરેલ ચાંદીની સાંકળી રૂા.10,000, ચાંદીનો કંદોરો રૂા.10,000, ચાંદીના તોડા નંગ 2 રૂા.10,000ની લૂંટ કરી હતી. તેમજ આઠથી દશ લોકો ઘરની બહાર મંગીબેન પર હુમલો કરી ચાંદીની તેમણે ચાંદીના મટીયા નંગ 2 રૂા.12,000, ચાંદીની સાંકળી રૂા.10,000 કાઢી લીધા હતા. આઠથી દસ લોકોએ રમીલાબેન બાબુભાઇએ પહેરેલ ચાંદીના મટીયા નંગ 2 રૂા.10,000 તથા બાબુભાઇ જીમાલભાઇએ પેહેરેલ સોનાનો હાર રૂા.40,000નો કાઢી લીધો અને પાછળના ભાગે પથ્થર મારી ઇજા પહોંચાડી હતી.

પચાસ જેટલાના ટોળાએ ધાડ પાડી 2,00,000ના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા. આ સંદર્બે રમેશભાઇ શકરીયાભાઇ મોહનીયાએ ટોળા સામે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. જે.બી.ધનેશાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: