તસ્કરી: લીમડી બજારમાંથી બાઇકની સાઇડ બેગમાંથી 50 હજારની રોકડ ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રૂપાખેડાના શિક્ષકે પગારના રૂપિયા ઉપાડી સાઇડ બેગમાં મુક્યા હતા

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામના અને ઝાલોદની કુંજા વર્ગ પ્રા.શાળામાં પ્રાયમરી શિક્ષક તરીકે નોકરી કરતાં ભારતસિંહ નારસિંહ લવાણા તા.4ના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં લીમડી બજારમાં આવેલ એસ.બી.આઇ. બેન્કમાં પગારના રૂપિયા ઉપાડવા આવ્યા હતા અને રૂપિયા 50 હજાર ઉપાડી પોતાની મોટર સાયકલની સાઇડ બેગમાં મુકી મોટર સાયકલ બેન્ક બહાર મુકી કોઇ કામ અર્થે ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ઇસમ તેમની મોટર સાયકલની સાઇડ બેગમાં મુકેલા રૂા.50,000ની થેલી સાથે ઓરીજનલ ડોક્યુમેન્ટસ, આધારકાર્ડ, પાનકાર્ડ, ચેકબુક તથા એ.ટી.એમ. કાર્ડની પણ ચોરી કરી લઇ ગયો હતો. ભારતસિંહ લવાણા પોતાનું કામ પતાવી પરત આવી મોટર સાયકલ લઇને દાહોદ રોડ ઉપર આવેલ સ્ટેશનરીની દુકાને ગયા હતા. ત્યાં મોટર સાયકલની સાઇડ બેગમાં મુકેલા રૂપિયા ભરેલી થેલી તથા ઓરીજનનલ ડોક્યુમેન્ટ જોવા મળ્યા ન હતા. ચોરી થતાં લીમડી પંચાયતના તથા સુભાષ સર્કલ ઉપર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક અજાણ્યો છોકરો ચોરી કરતો કેમેરામાં જોવા મળતાં લીમડી બજારમાં આ છોકરાની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. જેથી ભારતસિંહ લવાણાએ આ સંદર્ભે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: